બનાસકાંઠા રસીકરણમાં મોખરે: જિલ્લાના 98 ટકા લોકોએ વેક્સિન લીધી

0
242
એક અઠવાડિયામાં અંદાજે ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશેફ્રંટલાઈન વોરિયર્સ, ૪૫ થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે
એક અઠવાડિયામાં અંદાજે ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશેફ્રંટલાઈન વોરિયર્સ, ૪૫ થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે
  • ગુજરાતમાં 45 થી વધુ વયજૂથના 55 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો  છે. એની સામે બનાસકાંઠામાં 98 ટકા લોકોએ વેક્સીન લીધી
  • બનાસકાંઠા :હાલ સમગ્ર ગુજરાતમાં પૂરજોશમાં વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો 45 વર્ષથી વધુના  98 ટકા લોકોના રસીકરણ સાથે દેશમાં વેક્સીનેશનમાં મોખરે બન્યો છે. બનાસકાંઠા માં 45 વર્ષથી ઉપરની 6.17 લાખની વસ્તીમાં 6.04 લાખ લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. સાથે જ જિલ્લામાં રસીકરણ કેન્દ્રો ઉપર અને ગામેગામ ફરીને કરાતાં વધુ લોકોએ રસી લીધી છે. આ ચમત્કાર માત્ર એક જ મહિનામાં થયો છે. એક જ મહિનામાં અધિકારીઓએ વ્યૂહાત્મક આયોજન ઘડીને 6.17 લાખની વસતિ સામે 6.04 લાખ કરતાં વધુ લોકોને ઓછામાં ઓછો પહેલો ડોઝ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના પ્રભાવી સચિવ વિજય નહેરા છે. જેઓ અમદાવાદના પૂર્વ કમિશનર હતા. જેમના માર્ગદર્શન હેઠળ હાલ વેક્સીનેશન  કાર્યક્રમ ચાલી રહ્યુ છે. બનાસકાંઠામાં રોજ 50 થી 55 હજાર સરેરાશ વેક્સીન અપાય છે. આ લક્ષ્યાંક સાથે કામ કરતા એક જ મહિનામાં બનાસકાંઠા જિલ્લો ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવી ગયો.સમગ્ર દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 45 થી વધુ વયજૂથના 55 ટકા લોકોને પહેલા ડોઝની રસી અપાઇ છે. એની સામે બનાસકાંઠામાં આ લક્ષ્યાંક 98 ટકા હાંસલ થયો છેઆ માટે ગામેગામ ફરીને બનાસકાંઠાના જિલ્લાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સરળતાથી અને ઝડપથી વેક્સીનેશન કામ પાર પાડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here