CM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31 માર્ચ સુધી હાર્ડ લોકડાઉન

0
518
CM Uddhav's son and minister Aditya Thackeray corona positive, hard lockdown till March 31 in Nagpur
CM Uddhav's son and minister Aditya Thackeray corona positive, hard lockdown till March 31 in Nagpur

મુંબઈમાં કરાવવો પડશે એન્ટિજેન ટેસ્ટ, ઇનકાર કર્યો તો થશે કેસ કોરોના મામલે સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાંજ રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી હાર્ડ લોકડાઉન લગાવી દેવાયું છે. અગાઉ આ લોકડાઉન 21 માર્ચ સુધી જ લાગુ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉતે સતત વધતા કેસને ધ્યાનમાં રાખી શનિવારે અહી લોકડાઉન 31 માર્ચ સુધી વધારી દીધુ છે. શહેરમાં શુક્રવારે 25,681 નવા કેસ નોંધાયા, સાથે-સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો વધીને 24,22,021 થઇ ચૂક્યો છે. અહીં મુંબઈમાં પણ કોરોના સંક્રમણને લઇ BMCએ નવી ગાઇડલાઇનની જાહેરાત કરી દીધી છે. નાગપુરમાં હાર્ડ લોકડાઉન: ​​​​મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી હાર્ડ લોકડાઉન લગાડી દેવાયું છે. પહેલાં આ લોકડાઉન 21 માર્ચ સુધી લગાડવામાં આવ્યું હતું. રાજ્યના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને શનિવારે લોકડાઉન 31 માર્ચ સુધી યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં શુક્રવારે 25,681 નવા મામલા નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસ વધીને 24,22,021 થઈ ગયા છે. CMએ ડર્યા વગર વેક્સિન લગાડવાનું કહ્યું: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નંદુરબારમાં પત્રકારો સાથે વાત કરતા વાયરસથી બચવા માટે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર વેક્સિન લગાડવાની અપીલ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકડાઉન એક વિકલ્પ છે, પરંતુ તેમને વિશ્વાસ છે કે લોકો પોતે જ નિયમોનું પાલન કરશે. રાજ્યમાં કોરોના ગાઈડલાઈન્સની પણ કડક અમલવારી શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here