અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ, 100 ખાનગી હોસ્પિટલમાં 744 બેડ જ ખાલી, માત્ર 54 વેન્ટિલેટર જ વધ્યા છે

0
499
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,15,235 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 મે સુધીમાં ભારતમાં કુલ 33,69,69,352 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,15,235 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 મે સુધીમાં ભારતમાં કુલ 33,69,69,352 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

કોરોનાની સારવાર કરતી 100 હોસ્પિટલમાંથી 50 જેટલી હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, કોરોનાનો કહેર વધતાં ત્રણ દિવસમાં હોસ્પિટલો અને બેડની સંખ્યા વધારી દેવાઈ.
રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. છેલ્લા બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને તેના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 100 ખાનગી હોસ્પિટલો અને તેમાં બેડ દર્દીઓથી ભરાઈ રહ્યા છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. જેમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. 100 ખાનગી હોસ્પિટલોમા 6 એપ્રિલને મંગળવારે સવાર સુધીમાં 744 જેટલા જ બેડ અને 54 વેન્ટિલેટર જ વધ્યા છે.અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અમદાવાદમાં દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામા આવી છે. માત્ર બે જ દિવસમાં 9 હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી છે. 6 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 100 ખાનગી હોસ્પિટલમાં 3945માંથી 744 જેટલા બેડ ખાલી છે. જ્યારે 4 જેટલા કોવિડ સેન્ટરમાં 239 બેડમાંથી 79 લોકો એડમીટ છે અને 160 જેટલા બેડ ખાલી છે. કુલ 3945 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 1184 બેડ, HDUમાં 1281, ICUમાં 493 અને ICUમાં વેન્ટિલેટર પર 243 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. એક જ દિવસમાં વેન્ટિલેટર પર 23 દર્દી વધ્યા ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. રોજના 20થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. 5 એપ્રિલના રોજ 220 દર્દીઓ વેન્ટિલેટર પર હતા જેમાં આજે 23 વધીને 243 સુધી પહોંચ્યા છે. સુરતમાં સ્મિમેર હોસ્પિટલ હાઉસફુલ થઈ મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 1203 થયો છે. ગત રોજ 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ છે. દરમિયાન આજે સ્મીમેર હોસ્પિટલ હાઉસફૂલ થઈ જતા કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટમાં પણ કોરોનાનો પગપેસારો હાઈકોર્ટમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં સિનિયર જજ સહિત અન્ય કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.જેથી ચીફ જસ્ટિસે કોર્ટના તમામ વિભાગોમાં સેનેટાઈઝેશન કરવાનો હૂકમ કર્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં માટે આગામી 10થી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાને કારણે હાઈકોર્ટમાં હજી પણ પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવી નથી. હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ સાથે ઓનલાઈન જ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here