કોરોના બીજી લહેર : અમદાવાદની હોસ્પિટલોમાં 146 દર્દી, ખાનગી હોસ્પિટલોમાં બેડ 99 ટકા ખાલી

0
205
શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે.
શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે.

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં એવી સ્થિતિ હતી કે 8 એપ્રિલથી 22 મે સુધી સરકારી-ખાનગી હોસ્પિટલોમાં દર્દીના સગા એક-એક બેડ માટે તરસતા હતા. જોકે હવે બીજી લહેર લગભગ પૂરી થઈ છે. શહેરની સરકારી અને ખાનગી મળી તમામ હોસ્પિટલોમાં કોરોનાના માત્ર 146 દર્દી છે. ખાનગી હોસ્પિટલોમાં તો 99 ટકા સુધી બેડ ખાલી છેખાનગી હોસ્પિટલોમાં કોરોનાના કુલ 4392 બેડમાંથી હાલ માત્ર 46 બેડ ભરેલા છે. છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 50ની અંદર જ આવી રહ્યા છે. આને કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે શહેરમાં કોરોનાના મોટાભાગના દર્દી હોમ આઇસોલેશનમાં છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ પણ લગભગ ખાલી પડ્યા છે પરિસ્થિતિમાં સુધારો થવા સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા પણ 1224એ પહોંચી ગઈ છે. એસવીપીમાં 476 બેડમાંથી માત્ર 24 ભરેલા છે જ્યારે એલજી હોસ્પિટલમાં હવે કોરોનાનો એક પણ દર્દી રહ્યો નથી.તબક્કાવાર રીતે કેસો ઘટતાં ખાનગી 176 કોવિડ હોસ્પિટલોએ વિશેષ કોવિડ દરજ્જો પરત કરી તમામ રોગની સારવાર શરૂ કરી છે. શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે.શહેરમાં કોરોની બીજી લહેર હવે લગભગ પૂર્ણતાને આરે છે. શુક્રવારે કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. નોંધનીય છેકે, 9 ફેબ્રુઆરી 2021ના રોજ 40 કેસ આવ્યા હતા. કોરોનાની શરૂઆતમાં 14મી એપ્રિલ 2020ના રોજ આવેલા 42 કેસ બાદ કેસનો આંકડો સતત વધતો રહ્યો હતો. જેમાં છેક 298 દિવસ બાદ 6 ઠ્ઠી ફેબ્રુઆરીએ કોરોના કેસનો આંક 40 પર આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here