દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની મુંબઈમાં આત્મહત્યા

0
270
ડેલકરના મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પાઠવાયો હતો. સાંજના ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું
ડેલકરના મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પાઠવાયો હતો. સાંજના ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું

પોલીસને ઘટનાસ્થળેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં કેટલાક લોકોનાં નામ હોવાનું કહેવાય છે.

મુંબઈ: દાદરા નગર હવેલીના લોકસભાના સાંસદ મોહન ડેલકરે દક્ષિણ મુંબઈની એક હોટેલમાં કથિત આત્મહત્યા કરી હતી. મરીન ડ્રાઇવ વિસ્તારમાં આવેલી હોટેલની રૂમમાંથી તેઓ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. મરીન ડ્રાઇવ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ સાંસદે ચોક્કસ કયા કારણસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નહોતું.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ૫૯ વર્ષના મોહન સંજીભાઇ ડેલકર રવિવારે રાતના ડ્રાઇવર સાથે મરીન ડ્રાઇવ વિસ્તારમાંની હોટેલમાં આવ્યા હતા. ડેલકર હોટેલના પાંચમા માળની રૂમમાં રોકાયા હતા, જ્યારે ડ્રાઇવર બાજુની રૂમમાં રોકાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.સોમવારે સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ ડેલકરને તેમના ડ્રાઇવરે કૉલ કર્યો હતો, પણ તેમણે કૉલ રિસિવ કર્યો નહોતો. આથી તેણે બહાર આવીને ડેલકરના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો. વારંવાર દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઇ પ્રતિસાદ ન મળતાં ડ્રાઇવર ગભરાયો હતો અને તેણે ડેલકરના પરિવારજનોનો સંપર્ક સાધીને તેની માહિતી આપી હતી. ડ્રાઇવરે ત્યાર બાદ હોેટેલના સ્ટાફને પણ આની જાણ કરી હતી.દરમિયાન હોટેલનો સ્ટાફ રૂમની બીજી ચાવી લઇ ત્યાં આવી પહોંચ્યો હતો અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ દરવાજો અંદરથી બંધ હતો. ઘણા સમય સુધી પ્રયાસ કરવામાં આવ્યા છતાં દરવાજો ન ખૂલતાં ડ્રાઇવર પોતાના રૂમમાં પાછળના ભાગે આવેલી બાલ્કનીમાં ગયો હતો અને ત્યાંથી તે ડેલકરની રૂમની બાલ્કનીમાં કૂદકો માર્યો હતો. બાલ્કનીમાંથી તે ડેલકરની રૂમમાં પ્રવેશતાં અંદર ડેલકર પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ડેલકરે પંખા સાથે શાલ બાંધીને ગળાફાંસો ખાધો હતો.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બપોરે અમને બનાવની જાણ કરવામાં આવી હતી, જેને પગલે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એ સિવાય અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા.  ડેલકરના મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પાઠવાયો હતો. સાંજના ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.નોંધનીય છે કે ડેલકર ૨૦૧૯માં સાતમી વાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પર્સનલ અને પબ્લિક ગ્રિવરન્સિસ લૉ એન્ડ જસ્ટિસ અને ક્ધસલ્ટેટીવ કમિટીના તેઓ સભ્ય રહી ચૂક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here