દાંડી માર્ચ @ 91 વર્ષ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કરાવશે દાંડી માર્ચનો પ્રારંભ

0
215
12 માર્ચના રોજ પીએમ ફરી અમદાવાદની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડી માર્ચનો શુભારંભ કરાવશે.
12 માર્ચના રોજ પીએમ ફરી અમદાવાદની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડી માર્ચનો શુભારંભ કરાવશે.

અમદાવાદ :આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડિયા પહોંચ્યા છે. ત્યારે આ વચ્ચે ટૂંક સમયમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) અમદાવાદ આવવાના છે. 12 માર્ચના રોજ પીએમ ફરી અમદાવાદની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડી માર્ચનો શુભારંભ કરાવશે.12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી માર્ચ યોજી હતી. દાંડી માર્ચને 91 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે તેની યાદગીરીમાં વિશ્વ સ્તરે દાંડી યાત્રાનું આયોજન કરાશે. આ સાથે જ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ PM દ્વારા કરાશે. પ્રધાનમંત્રીના આગમને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સીધુ મોનિટરીંગ કરી રહ્યાં છે. 12 માર્ચના રોજ પ્રધાનમંત્રી સિવાય અન્ય કેટલાક કેન્દ્રીય નેતાઓ પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here