કોરોનાકાળમાં ફરીથી ગુજરાતી ગાયીકા કિંજલદવેનાં કાર્યક્રમમાં મેદની એકઠી થતાં ચાર સામે ગુનો દાખલ

0
244
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈડરના રોઝવેલી બંગ્લોઝમાં કિંજલ દવેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો પરંતુ ભીડ વધારે એકઠી થતાં ઈડર પોલીસે રેડ કરી હતી
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈડરના રોઝવેલી બંગ્લોઝમાં કિંજલ દવેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો પરંતુ ભીડ વધારે એકઠી થતાં ઈડર પોલીસે રેડ કરી હતી

 ઈડર : કોરોનાકાળમાં કોવિડની ગાઈડલાઈન અન્વયે  કડક નિયમના પાલનને લઈને સૌથી વધારે આમ આદમી પિટાયો છે જ્યારે મોટા મોટા કલાકારો અને નેતાઓએ છડેચોક ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવા છતાં તેની સામે પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આમ આદમીના ગણગણાટ વચ્ચે આજે પોલીસે ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે ના કાર્યક્રમમાં ભીડ એકથી થવા માટે જવાબદાર ચાર આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગુજરાતમાં કોરોના હજુ ગયો નથી એ રાજ્યમાં નોંધાતા કેસના સરકાર દ્વારા અપાતા આંકડાના આધારે કહી શકાય છે. ત્યારે ચૂંટણીની રેલીઓ અને સામાજિક પ્રસંગોમાં કોરોનાને નજરઅંદાજ કરાય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં એક કાર્યક્રમમાં ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ ભીડ એકઠી કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. જેથી પોલીસ સ્ટેજ ચાલતો હતો ત્યાં દોડી ગઈ હતી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. જેના વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયા છે. કાર્યક્રમ યોજનાર ચાર આયોજકો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.અગાઉ ડીસાના એક સરઘસમાં કિંજલ દવે હાજર રહી હતી અને લોકોના ટોળા ઉમટ્યા હતા.આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈડરના રોઝવેલી બંગ્લોઝમાં કિંજલ દવેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો પરંતુ ભીડ વધારે એકઠી થતાં ઈડર પોલીસે રેડ કરી હતી અને કાર્યક્રમને અધવચ્ચે બંધ કરાવ્યો હતો. રાતના સાડા અગિયાર વાગ્યના અરસામાં પેટ્રોલિંગ કરતી પોલીસે રોજવેલી બંગ્લોઝ તરફના રોડ પર લોકોની અવરજવર હતી અને લોકોનો મેળાવડો જામ્યો હતો. મકાનના બુકિંગ માટે રાખવામાં આવેલા મેળાવડામાં કિંજલ દેવનો લાઈવઈન કન્સર્ટ ચાલતો હતો. તેના માટે આયોજકોએ કોઈ મંજૂરી લીધી ન હતી. હાલ કોરોના મહામારી વચ્ચે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેથી આયોજકો વિરૂધ્ધ ફરિયાદ નોધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here