પ્રેમમાં તમારું પણ દિલ તૂટ્યું છે અને પ્રેમ પર વિશ્વાશ નથી રહ્યો???

0
722

દર્દ કોઈ પણ હોઈ અંતે તો દુઃખ જ આપે છે, એ પછી પેટનો દુખાવો હોઈ કે માથાનો દુખાવો કે પછી દિલ તૂટવાનું દર્દ હોઈ. પરંતુ જયારે દિલ તૂટે છે તેની અસર માત્ર લાગણી પૂરતી જ નથી રહેતી ,તેનાથી એ વ્યક્તિ એટલો તો જખમાય છે કે બીજી વાર પ્રેમ કરતા બીવે છે અને અન્ય વ્યક્તિ પાર ભરોષો મુક્તા ખચકાય છે.

Relationship
બ્રેકઅપ બાદ ફરી પ્રેમ કરવામાં મુશ્કેલીઓ થવાના અનેક કારણો છે જેના વિષે અહીં વાત કરીશું……જેના માટે અનેક મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર રહેલા હોઈ છે.

દૂધનો દાઝયો છાશ પણ ફૂંકીફૂંકીને પીવે છે….

દૂધનો દાઝયો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે….એવું જ કૈક બ્રેકઅપ બાદના પ્રેમ માટે અનુભવે છે જ્યાં એક તરફ વિશ્વાસઘાટ મળ્યો હોઈ અને બીજી બાજુ પ્રેમમાં પડતા પહેલા અનેક વાર વિચાર કરવાનો વારો આવે છે…

બીજી વાર પીડા થવાની ચિંતા અને દુઃખ…..

જયારે પહેલા પ્રેમમાં વિશ્વાસઘાત થાય છે ત્યારે બીજીવાર એ પ્રકારની લાગણીનો સામનો કરવાના વિચાર માત્રથી વ્યક્તિ ડરી જાય છે. બ્રેકઅપના આઘાત માંથી મંદ મંદ નીકળ્યા હોઈ અને ફરી પ્રેમમાં એ જ પરિસ્થીનો સામનો કર્વકણો વારો આવશે તેની ચિંતા તો થાય જ છે સાથે સાથે તેનું દુઃખ પણ થાય છે.

નવા રિલેશનની શરુઅતનો તણાવ…

બ્રેકઅપ બાદ થયેલા નવા સંબંધોની શરૂઆતમાં ઘવાયેલ વ્યક્તિ પહેલાની જેમ કમિટમેન્ટ નથી આપી શકતો અને એવી શુદ્ધ લંગને પણ વ્યક્ત નથી કરી શકતો.એ નવા સંબંધની સારૂઆતમાં તે હજુ જુના જખ્મોને ભૂલી નથી શક્યો એટલે થોડો તણાવ પણ અનુભવતો હોઈ છે.

જુના જખ્મોનાં કારણે ખુદનો વિશ્વાસ ગુમાવવો…

બ્રેકઅપ બાદ વ્યક્તિ એટલી નિરાશ થયી જાય છે કે નવા સંબંધોની શરૂઆત કરતા પહેલા બીજા પાર વિશ્વાસ મુક્ત પહેલા બે વાર વિચાર કરે છે તો પોતાની જાત પરનો ભરોસો પણ ખોઈ બેસે છે. તેને ખુદ પર પણ એટલો વિશ્વાસ રહેતો નથી કે આ નવો સંબંધ તેના માટે યોગ્ય છે કે નહિ???

વિશ્વાસ કરવો કે નહિ???


પહેલાના સંબંધમાં મળેલા દુઃખના કારણે જયારે હવે નવા સંબંધની શરૂઆત કરવા જાય છે ત્યારે પહેલા કડવા અનુભવથી બીજા પાર વિશ્વાસ મુકવા માટે પણ મન નથી માનતી હોતું. અને એટલે જ ભટકાલનો અનુભવ હંમેશા સાથે રાખીને જ નવા સંબંધમાં આગળ વધવાનું આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com