ઘર ચલાવવા દોઢ વર્ષમાં લોકોએ 10 હજાર કરોડનું સોનું ગીરવી મૂક્યું

0
101
કુલ 20% લોકોએ મેડિકલ ઇમર્જન્સી, 80%એ આર્થિક તંગી દૂર કરવા માટે સોનું ગીરવી મૂક્યું હતું.
કુલ 20% લોકોએ મેડિકલ ઇમર્જન્સી, 80%એ આર્થિક તંગી દૂર કરવા માટે સોનું ગીરવી મૂક્યું હતું.

કોરોનાએ છેલ્લા દોઢ વર્ષમાં ગરીબ અને મધ્યમ વર્ગ પર તીક્ષ્ણ ઘા કર્યો છે. ઘણા લોકોના ધંધા-રોજગાર ધીમા પડી ગયા કે ઘણાની નોકરી જ જતી રહી. આ મુશ્કેલીના સમયમાં ઘરમાં રાખેલું સોનું સંજીવની બનીને આવ્યું હતું. એસ.બી.આઇ.ના સિનિયર આસિસ્ટન્ટ મેનેજર પ્રકાશભાઈ માંડાણી કહે છે, કોરોના પહેલાં બેન્કમાં રોજના 3 લોકો સોનાના દાગીના પર લોનની ઈન્કવાયરી માટે આવતા હતા, જ્યારે કોરોના વખતે બેન્કમાં સંખ્યા બમણી થઇ ગઈ છેઆ સ્થિતિ લગભગ દરેક બેંક અને ગોલ્ડ લોન આપતી એજન્સીઓની છે. બેન્કો, એજન્સીઓ બધાનો અંદાજ લગાવીએ તો, માર્ચ 2020થી જૂન 2021 દરમિયાન લગભગ 10 હજાર કરોડનું સોનું ગીરવી મૂકવામાં આવ્યું હતું. એમાં નેકલેસ, મંગળસૂત્રથી લઇને વીંટી, બંગડીઓ પણ છે. સોનું ગીરવી મૂકનાર લોકોમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ છે. નાના દુકાનદારો અને બિલ્ડર્સની સંખ્યા પણ મોટી છે. કુલ 20% લોકોએ મેડિકલ ઇમર્જન્સી, 80%એ આર્થિક તંગી દૂર કરવા માટે સોનું ગીરવી મૂક્યું હતું. 40 ટકાથી વધુ બેન્કો-ફાઇનાન્સ કંપનીઓનું સોના પર ધિરાણ વધ્યું છે દેશમાં કુલ હાઉસહોલ્ડ સોનામાં 25 ટકાથી વધુ હિસ્સો ગુજરાતનો છે. 10 ગ્રામના સોના પર સરેરાશ રૂ.40000થી વધુનું ધિરાણ ગ્રાહકોને મળે છે. 90 ટકાથી વધુ માર્કેટ વેલ્યુના ઘરેણાં-સોના પર ધિરાણ કંપનીઓ આપી રહી છે. 30 ટકાથી ઓછો દર પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here