કચ્છ જિલ્લાના બજારમાં કેરીની સીઝન લંબાતા અન્ય ફળોના ભાવમાં વધારો

0
264
કેરીનો પાક ઓછો આવતા બાગાયતી ખેતી કરવા કિસાનોમાં કહીં ખુશી કહીં ગમ જેવો તાલ સર્જાયો
કેરીનો પાક ઓછો આવતા બાગાયતી ખેતી કરવા કિસાનોમાં કહીં ખુશી કહીં ગમ જેવો તાલ સર્જાયો

ભુજ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કેરીના પાકની સીઝન લંબાતા અન્ય ફળોનો ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોટાભાગે માર્ચ મહિનામાં સમગ્ર રાજ્યમાં કેરીનું આગમન બજારમાં થઈ જાય છે. પરંતુ બાગાયતી ખેતી કરતા ખેડૂતોના કહેવા મુજબ આ વખતે કેરીના પાકને બે-બે વાર વાતાવરણનો માર ખમવો પડયો હોઈ કેરીનો પાક ઓછો આવ્યો છે. જેને બજારમાં આવતા હજુ થોડા દિવસો લાગી શકે છે. જેની સીધી અસર અન્ય ફળોના ભાવમાં જોવા મળી રહી છે. આ અંગે ફળના વિક્રેતાઓના જણાવ્યા પ્રમાણે કેરીનો પાક બજારમાં આવતા હજુ થોડી રાહ જોવી પડશે. જોકે જિલ્લા મથક ભુજમાં એકાદ-બે વેપારીઓ પાસે બદામ કેરીનું એકાદ દિવસથી વેંચાણ ચાલુ થયું છે. પરંતુ હજુ પુરતો જથ્થો ના હોતા ઉપરાંત આ વર્ષે કેરીનો પાક પણ ઓછો હોવાથી ભાવમાં પણ ગતવર્ષ કરતા વધારો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય ફળોની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ અંગે વેપારીઓના કહેવા પ્રમાણે ડીઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં પણ વધારો થતા ગતવર્ષની સરખામણીએ આ વખતે અન્ય ફળોના ભાવમાં વધારો થયો છે. જોકે કેરીનું બજારમાં વેંચાણ થવા લાગશે ત્યાં સુધી અન્ય ફળોના ભાવ વધારાથી બાગાયતી ખેતી કરતા કિસાનોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here