અઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત આઉટ

0
574

મલેશિયાના ઈપોહમાં રમાયેલી ત્રીજી હોકી ટુર્નામેન્ટમાં ભારતનું ખરાબ પ્રદર્શન: ઓસ્ટ્રેલિયા સામે ૨-૪થી હાર

સુલતાન અઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત આઉટ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા સામે હારી ભારત આ હોકી ટુર્નામેન્ટના ત્રીજા મેચમાંથી બહાર થયું છે.ઓસ્ટ્રેલિયાએ સુલ્તાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલા મેચમાં ભારતને ૨-૪ થી માત આપી છે.

જણાવી દઈએ કે, મલેશિયાના ઈપોહમાં આ હોકી ટુર્નામેન્ટ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા ટીમે સતત ત્રીજી જીત હાંસલ કરી છે.ભારતનો આ ત્રીજો મુકાબલો હતો.જેમાં ભારતનું ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું અને ત્રણમાંથી અત્યારસુધી એકેય મેચમાં જીત મળી નથી.

પ્રથમ કવાર્ટરમાં બંને ટીમોના ખેલાડીઓએ બોલને કાબુમાં રાખવાની કોશીષ કરી બીજા કવાર્ટરમાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો જેને માર્કસ નોર્લ્સ શાનદાર અંદાજમાં ગોલમાં બદલી નાખ્યો. નોલ્સની ૨૮મી મીનીટમાં કરનારા આ ગોલથી સ્કોર ૧-૦ થઈ ગયો. ત્યારબાદ ભારતીય ટીમને પણ પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ભારતીય ટીમ તેને ગોલમાં બદલવામાં નિષ્ફળ રહી.

ત્રીજા કવાર્ટરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે આક્રમક રણનીતિ અપનાવી ૩ ગોલ કર્યા. એરન જૈલોસ્કીએ ૩૫મી મીનીટમાં ગોલને ડબલ કરી નાખ્યા ત્યારબાદ ડેનિયલ બીલ (૪૨મી મીનીટ) અને બ્લેક ગોવર્સે (૪૪મી મીનીટ) બે મીનીટમાં ૪-૦ સ્કોર કરી નાખ્યો. જયારે ભારતના રમણદીપ સિંહે ૫૨મી અને ૫૩મી મીનીટમાં સતત ગોલ કર્યો.

જણાવી દઈએ કે, ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં ભારતને ઓલમ્પીકે ચેમ્પિયન અર્જેટિનાના હાથે ૦-૧ થી હાર સહન કરવી પડી જયારે ઈંગ્લેન્ડની વિરુઘ્ધ બીજા મેચમાં ૧-૧ થી ડ્રો થયો. તો ઓસ્ટ્રેલિયા ટીમે તેના પહેલા મેચમાં ઈંગ્લેન્ડને ૪-૧ થી અને બીજા મેચમાં મેજબાન ટીમને ૩-૧થી હાર આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here