પ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની લીડ મેળવી

0
193
ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો, કૃષ્ણ અને શાર્દુલ 7 વિકેટ લઈને મેચનું રૂપ બદલ્યું
ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો, કૃષ્ણ અને શાર્દુલ 7 વિકેટ લઈને મેચનું રૂપ બદલ્યું

કૃણાલ પંડ્યાએ વનડેમાં ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફટીનો રેકોર્ડ બનાવ્યો. કૃણાલે 26 બોલમાં ફિફટી મારી, અગાઉ ઇંગ્લેન્ડના જોન મોરીસે 1990માં 35 બોલમાં 50 રન કર્યા હતા. ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી વનડે પુણેમાં જ 26 માર્ચના રોજ રમાશે. ઇંગ્લિશ કેપ્ટન ઓઇન મોર્ગન સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કીપર રાહુલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 30 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. જોની બેરસ્ટોએ પોતાના વનડે કરિયરની 14મી ફિફટી ફટકારતાં 66 બોલમાં 6 ફોર અને 7 સિક્સની મદદથી 94 રન કર્યા હતા. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડીપમાં કુલદીપ યાદવ દ્વારા કેચ આઉટ થયો હતો. મિસ્ડ ચાન્સ: ઓઇન મોર્ગન શૂન્ય રને હતો અને પોતાનો પ્રથમ બોલ રમ્યો ત્યારે પ્રસિદ્વ કૃષ્ણની બોલિંગમાં વિરાટ કોહલીએ સ્લીપમાં તેનો કેચ છોડ્યો હતો. તેમજ રનઆઉટ ચાન્સ પણ મિસ કર્યો હતો. બેન સ્ટોક્સ 1 રને પ્રસિદ્વ કૃષ્ણની બોલિંગમાં શોર્ટ કવર પર સબસ્ટિયૂટ શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટોક્સે 11 બોલમાં 1 રન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here