કોંગ્રેસમાં આંતરિક વિખવાદ:કપિલ સિબ્બલે કહ્યું- પક્ષે ગુલામ નબીના અનુભવનો ફાયદો ન લીધો; આઝાદે કહ્યું- રાજ્યસભામાંથી નિવૃત થયો, રાજનીતિમાંથી નહીં

0
244
G-23 ગ્રુપમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, રાજ બબ્બર, વિવેક તન્ખા, ગુલામ નબી આઝાદ સામેલ
G-23 ગ્રુપમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, રાજ બબ્બર, વિવેક તન્ખા, ગુલામ નબી આઝાદ સામેલ

કોંગ્રેસ લીડરશિપથી નારાજ પાર્ટીના સીનિયર નેતાઓ દ્વારા જમ્મુમાં શાંતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પહોંચેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કહ્યું હતું કે કોંગ્રેસ નબળી પડી રહી છે. સિબ્બલે કહ્યું કે, ‘સત્ય તે છે કે કોંગ્રેસ પાર્ટી અમને નબળી પડતી જોવા મળી રહી છે અને એટલા માટે અહીં ભેગા થયા છીએ. આ સાથે તેમણે પક્ષ દ્વારા ગુલામ નબી આઝાદના અનુભવનો લાભ નહીં લેવામાં આવ્યો હોવાની પણ વાત કહી હતી.સૌથી આશ્ચર્યજનક નિવેદન આઝાદ તરફથી આવ્યું છે.તેમણે કહ્યું કે હું રાજ્યસભામાંથી નિવૃત થયો છું, રાજકારણમાંથી નહીં. આ નિવેદન કોંગ્રેસ હાઈકમાન્ડને સીધા પડકારરૂપે માનવામાં આવે છે. અહીં નેતા શનિવારે જમ્મુમાં એકત્રિત થઈ શક્તિપ્રદર્શન કર્યું હતું. G-23 સાથે સંકળાયેલ સૂત્રોએ કહ્યું કે નેતાઓ તાજેતરમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથેના વ્યવહારને લઈ પણ નારાજ છે.સિબ્બલે કહ્યું- ગુલામ નબી આઝાદની અસલી ભૂમિકા શું હોય છે? હવાઈ જહાજ ચલાવનાર વ્યક્તિ અનુભવી હોય છે, પણ તેમની સાથે એક એન્જીનિયર પણ રહે છે. એન્જીનિયર જ એન્જીનમાં ખરાબીની જાણ મેળવી તેને ઠીક કરી શકે છે. ગુલામ નબીજી અનુભવી છે તો એન્જીનિયર પણ છે. તેઓ રાજ્યના દરેક જીલ્લામાં કોંગ્રેસની જમીની હકીકત અંગે વાકેફ છે. પાર્ટીના સીનિયર નેતા ગુલામ નબી આઝાડે કહ્યું કે કોંગ્રેસમાં દરેક ધર્મ, લોકો અને જાતિનું સમ્માન કરવામાં આવે છે. આ અમારી પરથિતિ તાકાત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આહે ઘણા વર્ષો બાદ અમે રાજ્યનો ભાગ નથી, અમારી ઓળખ જ ખતમ થઈ ગઈ છે. રાજયનો દરજ્જો પરત મેળવવા માટે અમારી સંસદની અંદર અને બહાર લડાઈ ચાલુ જ રહેશે. જ્યાં સુધી અહીં ચૂંટાયેલા પ્રધાનો અને મુખ્યમંત્રી નહીં હોય ત્યાં સુધી બેરોજગારી, રસ્તાઓ અને શાળાઓની આ સ્થિતિ જ ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતુ કે હું રાજયસભાથી નિવૃત્ત થયો છું, રાજકારણથી નિવૃત્ત નથી થયો. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે આઝાદ એક સંકલ્પિત કોંગ્રેસી નેતા હતા. આઝાદ તે નેતાઓમાંના છે, જે કોંગ્રેસને સમજતા હતા. કોંગ્રેસ અને આ રાષ્ટ્ર બંનેને ગુલામ નબી આઝાદના માર્ગદર્શનની જરૂર છે. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે આવું પહેલા ક્યારેય નથી થયું કે કોઈ પ્રદેશનું વિભાજન કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હોય. જમ્મુ કાશ્મીરને વિભાજિત કરી દેવામાં આવ્યું અને અમે તેના માટે લડતા રહ્યા.કાર્યક્રમમાં પહોંચેલા રાજ બબ્બરે કહ્યું કે, ‘લોકો અમને G-23 કહે છે, પરંતુ હું તેને ગાંધી-23 કહું છું. આ દેશના કાયદા અને બંધારણને મહાત્મા ગાંધીની વિચારધારા, સંકલ્પ અને વિચારો મુજબ બનવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સંપૂર્ણ તાકાત સાથે આગળ લઈ જવા માટે તૈયાર છે. G-23 ઈચ્છે છે કે કોંગ્રેસ મજબૂત બને. કોંગ્રેસથી નારાજ આ નેતાઓને G-23ના નામે ઓળખી શકાય છે. આ દરેક નેતા પાર્ટી નેતૃત્વથી નારાજ છે. આ નેતાઓએ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ ચિઠ્ઠી લખી હતી અને તેમના નેતૃત્વ સામે સવાલો ઊભા કર્યા હતા. આ જ નેતાઓ શનિવારે જમ્મુમાં ભેગા થઈને તેમની તાકાત બતાવી છે. આ નેતાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, રાજ બબ્બર, વિવેક તન્ખા, ગુલામ નબી આઝાદ સામેલ છે. આ દરેક નેતા એક કાર્યક્રમમાં સામેલ થશે. એમાં મનીષ તિવારી પણ પહોંચે એવી શક્યતા છે. આ દરેક નેતા ઉત્તર ભારતના છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં G-23ના નેતાઓએ પાર્ટીમાં તરત સુધારાની માગણી કરી હતી. એમાં મૂળ સ્તરથી લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સુધી સંગઠનની ચૂંટણીની માગ કરવામાં આવી હતી. આજે એકવાર ફરી આ દરેક નેતા ગાંધી પરિવાર સામે એક જૂથ થઈ રહ્યા છે. નેતાઓનો વિરોધ ગાંધી પરિવારના તે ખાસ લોકો સામે પણ છે, જે પાર્ટી સંગઠન અને સંસદમાં મહત્ત્વની પોઝિશન પર બેઠા છે. કોંગ્રેસના G-23 સાથે જોડાયેલા એક સિનિયર લીડરે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે જે પણ કઈ ચાલી રહ્યું છે એ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી પાર્ટીની વર્કિંગ કમિટીના નિર્ણયથી એકદમ ઊંધું છે. પાર્ટીમાં અત્યારસુધી કોઈ ચૂંટણી અથવા સુધારો જોવા મળ્યો નથી. એક અન્ય નેતાનું નામ ના છાપવાની શરતે કહેવામાં આવ્યું છે કે આ રાહુલ ગાંધી માટે સીધો મેસેજ છે. અમે દેશને દેખાડવા માગીએ છીએ કે ઉત્તરથી દક્ષિણ સુધીમાં ભારત એક છે. G-23 સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, નેતાઓએ તાજેતરમાં જ રાજ્યસભાની સીટ પરથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગુલામ નબી આઝાદને કોંગ્રેસે બીજો મોકો ના આપ્યો. ગ્રુપ સાથે જોડાયેલા એક નેતાએ કહ્યું, જ્યારે બીજી પાર્ટીના નેતાઓ આઝાદ માટે સીટ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની લીડરશિપે તેમના માટે કોઈ સન્માન ન દર્શાવ્યું. તેમની જગ્યાએ રોબર્ટ વાડ્રાનો કેસ લડતા વકીલને રાજ્યસભાની સીટ આપી દીધી. રાહુલે મંગળવારે તિરુવનંતપુરમમાં કહ્યું હતું કે પહેલાં 15 વર્ષમાં ઉત્તર ભારતથી એક સાંસદ હતા. મને એક અલગ રાજનીતિની આદત હતી. કેરળ આવવું ખૂબ રિફ્રેશિંગ હતું, પરંતુ પછી મને અચાનક ખબર પડી કે અહીંના લોકોને મુદ્દાઓમાં રસ છે અને એ માત્ર ઉપરછલ્લો નહીં, પરંતુ તેઓ દરેક મુદ્દા વિશે વિસ્તરણથી માહિતી પણ રાખે છે. રાહુલના આ નિવેદન પછી ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારતની જંગ છેડાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here