ગુજરાતની સેવા કરવી તે ગૌરવની વાત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

0
110
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે.

નવી દિલ્હી : ગુજરાત મહાનગરપાલિકાના પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. પીએમે ટ્વિટ કરીને કહ્યું કે આખા રાજ્યમાં નિગમના પરિણામો એ સાબિત કરે છે કે લોકો પ્રત્યે ગુડ ગર્વનન્સ પ્રતિ વિશ્વાસ યથાવત્ છે. રાજ્યની જનતાએ બીજેપીમાં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ હું ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત છે.બીજેપીએ બધી 6 મહાનગરપાલિકામાં જીત મેળવી છે. બીજેપીએ અત્યાર સુધીમાં 449 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી છે.પીએમ મોદીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું ગુજરાતના દરેક કાર્યકર્તાઓના પ્રયત્નની પ્રશંસા કરું છું, જે લોકો પાસે ગયા અને તેમણે રાજ્ય માટે અમારી પાર્ટીના વિઝન વિશે જણાવ્યું. ગુજરાત સરકાર લોકોના હિત માટે નીતિયો બનાવે છે જેની અસર આખા રાજ્ય પર થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખા ગુજરાતમાં જીત ઘણી ખાસ છે. છેલ્લા બે દશકથી રાજ્યની સેવા કરી રહેલા પાર્ટી એ જે રેકોર્ડ બનાવ્યો છે તે યાદ કરવા લાયક છે. સમાજના બધા વર્ગો ખાસ કરીને ભાજપા પ્રત્યે ગુજરાતના યુવાઓનું વ્યાપક સમર્થન મળવું ખુશીની વાત છે.બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here