‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખી સેલ્ફી પરિવારને મોકલી સુરતમાં યુવાને કેબલ બ્રિજ ઉપરથી તાપીમાં ઝંપલાવ્યું

0
136
એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો 24 વર્ષીય કુલદીપ ગૌડ હોવાનું સામે આવ્યું છે. કુલદીપ ગુરુવારના રોજ પોતાની બાઈક પર ઘરેથી નીકળીને કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર પહોંચ્યો હતો. બ્રિજ ઉપર ઊભા રહીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લીધી
એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો 24 વર્ષીય કુલદીપ ગૌડ હોવાનું સામે આવ્યું છે. કુલદીપ ગુરુવારના રોજ પોતાની બાઈક પર ઘરેથી નીકળીને કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર પહોંચ્યો હતો. બ્રિજ ઉપર ઊભા રહીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લીધી

સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરુવારની મોડી સાંજે એક નવયુવાને સેલ્ફી-ફોટો પાડી ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખી પરિવારને સેન્ડ કર્યા બાદ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પણ એમેઝોનમાં પિક-અપ બોય તરીકે કામ કરતા 24 વર્ષીય કુલદીપે મિત્રોને લોકેશન શેર કર્યા બાદ કરેલા આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. બ્રિજ પરથી મળી આવેલી બાઇકને આધારે કુલદીપની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો.ફાયર વિભાગે જણાવ્યું હતું કે કેબલ બ્રિજ પરથી નદીમાં કૂદકો મરનાર ઉધના વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે રહેતો અને એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો 24 વર્ષીય કુલદીપ ગૌડ હોવાનું સામે આવ્યું છે. કુલદીપ ગુરુવારના રોજ પોતાની બાઈક પર ઘરેથી નીકળીને કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર પહોંચ્યો હતો. બ્રિજ ઉપર ઊભા રહીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લીધી અને એની ઉપર ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખીને એ સેલ્ફી પોતાના વ્હોટ્સઅપ સ્ટેટસ પર અપલોડ કરી હતી. એમેઝોન કંપનીમાં તેની સાથે કામ કરતા મિત્રોના ગ્રુપમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકેશન શેર કરીને કુલદીપે જિંદગીનો અંત લાવવા તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. વ્હોટ્સઅપ સ્ટેટસ જોઇને કુલદીપના ભાઇઓ અને તેની માતા તરત જ કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર ધસી ગયાં હતાં, જ્યાં તેમને કુલદીપની બાઈક મળી આવી હતી, પરંતુ વહાલસોયા કુલદીપનો કોઈ પત્તો ન હતો. પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેઓ પણ દોડી આવ્યા, પરંતુ મોડી સાંજ સુધી કુલદીપ મળી આવ્યો ન હતો. દરમિયાન આજે શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વિગતો નોંધીને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here