‘પ્રકૃતિ નહીં બચે તો માનવ નહીં બચે’ : અમિત શાહ

0
213
તેમણે વધુમાં અંગે જણાવ્યું કે, નાગરિકોને અપીલ કરું છું કે, આપણે સોસાયટીમાં વૃક્ષો વાવીએ અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પણ નિભાવીએ.
તેમણે વધુમાં અંગે જણાવ્યું કે, નાગરિકોને અપીલ કરું છું કે, આપણે સોસાયટીમાં વૃક્ષો વાવીએ અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પણ નિભાવીએ.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની (Home Minister Amit Shah) તેમના સંસદીય મતવિસ્તાર સિંધુભવન રોડ ખાતે વિશેષ રીતે બનાવાઈ રહેલા જંગલ સમાન વિસ્તારમાં વૃક્ષારોપણ (plantaion) કર્યું. 7680 ચો.મી. જગ્યા પર 25 હજાર વૃક્ષો ઉછેરાશે. આજના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નવ જગ્યા પર છે. નોંધનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે છે, પહેલા દિવસે 21મીએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું 21મીએ ઉદઘાટન પણ કર્યું હતું.
આજનાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં અમિત શાહે પર્યાવરણનાં જતન માટે વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરાવ્યું છે. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, કુદરતની સામે માણસ કાંઇ ન કરી શકે, પણ પુરુષાર્થ કરી શકે. વાવાઝોડાને કારણે અમદાવાદમાં પાંચ હજાર વૃક્ષો ધરાશાયી થઇ ગયા તેની સામે પાંચ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક મૂકવું એ જ પુરષાર્થ છે. આ જ રસ્તો સાચ્ચો છે.મારી અમદાવાદ વાસીઓને અપીલ છે કે, તમે વૃક્ષો વાવો જ છો, પાણી પીવડાવવો જ છો, જતન કરો છો તો એવું વૃક્ષ કેમ ન વાવીએ જેનું આયુષ્ય ત્રણ- ચાર પેઢી સુધી ઓક્સિજન આપે. આવા વૃક્ષો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નર્સરી શરૂ કરી છે. તેમાં પીપડો, લીંબુ, વડ, જાંબુ જેવા વૃક્ષો છે. આવા વૃક્ષોને કારણે આપણને તો સારા પ્રમાણમાં ઓક્સિજન મળે છે પરંતુ તેની સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. પ્રકૃતિ નહીં બચે તો માનવ નહીં બચે.વધુમાં અંગે જણાવ્યું કે, નાગરિકોને અપીલ કરું છું કે, આપણે સોસાયટીમાં વૃક્ષો વાવીએ અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પાંચ જણને ન સોંપી ન શકીએ. આ સાથે તેમણે રસીકરણ વધારવા માટે પણ અપીલ કરતા જણાવ્યું કે, ભાજપનાં કાર્યકરો રસીકરણ માટે નેતૃત્વ લે અને દરેક લોકોને રસી મૂકાવવાની જવાબદારી લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here