મહેન્દ્રસિંહ ધોનીના માતાપિતા કોરોના સંક્રમિત, રાંચીની હૉસ્પિટલમાં દાખલ

0
517
મહેન્દ્રસિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણ સરકાર લૉકડાઉનની જાહેરાત પણ કરી ચૂકી છે
મહેન્દ્રસિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણ સરકાર લૉકડાઉનની જાહેરાત પણ કરી ચૂકી છે

રાંચી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતાપિતા કોરોના સંક્રમિત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના સારવાર માટે રાંચીની પલ્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ધોનીના પિતા પાનસિંહ અને તેમના માતા દેવિકા દેવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવઆવ્યા બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.મહેન્દ્રસિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણ સરકાર લૉકડાઉનની જાહેરાત પણ કરી ચૂકી છે.ઝારખંડમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,71,315 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 5,080 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 1,37,590 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 2,334 લોકો સાજા થયા છે. કોરોનાથી ઝારખંડમાં અત્યારસુધી કુલ 1,547 લોકોનાં મોત થયા છે. ચેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 45 લોકોનાં મોત થયા છે.ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાચસના આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here