મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે દુઃખદ અવસાન

0
125
1996ના અંતમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે, રાજ માત્ર ત્રણ મુલાકાત બાદ જ મંદિરના પ્રેમમાં પડી ગયો હતો. તેઓ અવારનવાર મુકુલ આનંદના ઘરે મળતા હતા.
1996ના અંતમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે, રાજ માત્ર ત્રણ મુલાકાત બાદ જ મંદિરના પ્રેમમાં પડી ગયો હતો. તેઓ અવારનવાર મુકુલ આનંદના ઘરે મળતા હતા.

મંદિરા બેદી તથા રાજના લગ્નને 22 વર્ષ થયા હતા. બંને પહેલી વાર 1996માં મળ્યા હતા. રાજ ડિરેક્ટર મુકેશ આનંદના ત્યાં ચીફ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. તે ‘ફિલિપ્સ 10’ના ઓડિશનમાં વ્યસ્ત હતો. આ જ સમય દરમિયાન મંદિરા બેદી ટીવી સિરિયલ ‘શાંતિ’ને કારણે ઘણી જ લોકપ્રિય હતી. આટલું જ નહીં તેણે બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કામ કર્યું હતું. રાજને મંદિરાના કામની ખબર હતી. મંદિરા આ શોના ઓડિશન માટે આવી હતી. તેણે રેડ તથા વ્હાઈટ સ્ટ્રિપ્ડ ટી શર્ટ તથા ખાખી પેન્ટ પહેર્યું હતું. રાજે આમ તો મંદિરાને ‘DDLJ’માં જોઈ હતી, પરંતુ તેણે ઓડિશન દરમિયાન પહેલી જ વાર મંદિરાને ધ્યાનથી જોઈ હતીઆ ઓડિશન બાદ રાજ તથા મંદિરા મિત્રો બની ગયા હતા. તેઓ અવાર-નવાર એકબીજાને મળતા હતા. 1996ના અંતમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે, રાજ માત્ર ત્રણ મુલાકાત બાદ જ મંદિરના પ્રેમમાં પડી ગયો હતો. તેઓ અવારનવાર મુકુલ આનંદના ઘરે મળતા હતા મંદિરાએ તે સમયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાજ ઘણો જ બેઝિક વ્યક્તિ છે અને પ્રામાણિક છે. તે અન્ય લોકોની જેમ સહેજ પણ બનાવટી નથી. આ જ વાત તેને સૌથી વધુ ગમી હતી તો સામે રાજે કહ્યું હતું કે મંદિરા ઘણી જ કલ્ચર્ડ, હોંશિયાર તથા સુંદર યુવતી છે. એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવાને કારણે મંદિરાને ખ્યાલ છે કે અહીંયા કેટલું કામ રહે છે અને લાઈફ કેટલી બિઝી રહે છે. તે દરેક બાબતમાં સપોર્ટ કરે છે. મુશ્કેલ સમયમાં પણ ડર્યા વગર હિંમત આપે છે. આ રીતે બંને વચ્ચે ગાઢ પ્રેમ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here