મુંબઈ માટે આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે છેલ્લી તક

0
608

તા ૧૬ આયોજક મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.) સ્પર્ધાની અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાના ઘરઆંગણે બુધવારે રમાનારી મહત્ત્વની મેચમાં તરફડિયા મારતી કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતવાની આશા સાથે રમશે.

શરૂઆતમાં ઉપરાઉપરી પરાજય બાદ, સતત ત્રણ સફળતા સાથે મુંબઈની ટીમની સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવાની આશા ફરી જાગી હતી, પણ ગયા રવિવારે રાજસ્થાન રોયલ્સ (આર. આર.) વિરુદ્ધ તેના આઠ વિકેટથી થયેલા પરાજયે તેને ફરી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધી છે.

મુંબઈ તેની ૧૨ મેચમાંથી મળેલા પાંચ વિજય સાથે પોઈન્ટ-કોષ્ટકમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે, જ્યારે પંજાબની ટીમ સોમવારે તેના ચોથા પરાજય પછી ૧૨ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે નીચે સરકી પડી છે. સારો નેટ રન-રેટ ધરાવતી મુંબઈ અને પંજાબ, બંને ટીમ માટે આગામી મેચ જીતવી અતિ જરૂરી છેફ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here