એન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી દેશમુખે સચિન વઝેને 100 કરોડની વસૂલીનો આપ્યો હતો ટાર્ગેટ’

0
256
New twist in Antilia case: Big allegation of former commissioner Parambir .. Home Minister Deshmukh targets Sachin Vaze for Rs 100 crore recovery
New twist in Antilia case: Big allegation of former commissioner Parambir .. Home Minister Deshmukh targets Sachin Vaze for Rs 100 crore recovery

મુંબઈ
મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે સચિન વઝેનો ગૃહમંત્રી અનિલ દેશમુખનું સંરક્ષણ હતું અને તેઓએ વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. આ બધી ફરિયાદોને લઈને પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં પરમબીરે લખ્યું છે કે, ‘તમને જણાવવા માગુ છું કે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને અનેક વખત પોતાના સત્તાવાર બંગલા જ્ઞાનેશ્વરમાં બોલાવ્યા અને ફંડ કલેક્ટ કરવાના આદેશ આપ્યાં છે. તેઓએ આ પૈસા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામ પર જમા કરવાનું કહ્યું હતું. આ દરમિયાન તેમના પર્સનલ સેક્રેટરી મિસ્ટર પલાંડે પણ ત્યાંજ હાજર રહેતા હતા. ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.’ પરમબીરે વધુમાં લખ્યું છે કે, ‘મે આ મામલાને લઈને ડેપ્યુટી CM અને NCPના ચીફ શરદ પવારને પણ બ્રીફ કર્યું હતું. મારી સાથે જ અયોગ્ય થયું કે જે કંઈ ખોટું થયું તેની જાણકારી મેં શરદ પવારને પણ આપી છે.’ ભાસ્કરના હાથમાં તે પત્ર પણ આવ્યો છે, જેમાં પરમબીરે અનેક ગંભીર આરોપ પણ લગાવ્યાં છે.

ગૃહમંત્રી દેશમુખે કહ્યું- પોતાને બચાવવા માટે આરોપ લગાવી રહ્યાં છે પરમબીર: પત્ર વાયરલ થયા બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખની ચોખવટ પણ સામે આવી છે. તેઓએ કહ્યું કે એન્ટિલિયા અને મુકેશ હિરેન કેસમાં સચિન વઝેની ડાયરેક્ટ લિંક નજરે પડી રહી છે. આ વાતથી પરમબીર સિંહ ડરી ગયા છે કે ક્યાંક કેસની આંચ તેમના સુધી પણ ન પહોંચી જાય. તેઓ મારા પર ખોટો આરોપ લગાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here