PAK પરમાણુ હથિયાર મામલે ટૂંક સમયમાં પાંચમી તાકાત બની શકે છે, ભારત જ તેનું લક્ષ્યઃ રિપોર્ટ

0
969
INT-HDLN-pakistan-can-soon-become-the-fifth-power-in-the-case-of-nuclear-weapons-gujarati-news
INT-HDLN-pakistan-can-soon-become-the-fifth-power-in-the-case-of-nuclear-weapons-gujarati-news

પાકિસ્તાન ખૂબ ઝડપથી પરમાણું હથિયાર વિકિસીત કરી રહ્યા છે. હાલ તેમની પાસે 140થી 150 પરમાણું હથિયાર અને ભંડાર છે. 2025 સુધી આ આંકડો 220થી 250 સુધી પહોંચવાનો અંદાજ છે. આ રીતે તે દુનિયામાં પાંચમી મોટી તાકાત બની શકે છે. અમેરિકાની સુરક્ષા ઈન્ટેલિજન્સ એજન્સી ફેડરેશન ઓફ અમેરિકન સાઈન્ટિસ્ટ (FAS)ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.આ રિપોર્ટ પર કામ કરતાં હંસ એમ ક્રિસ્ટનસેન, રોબર્ટ એસ નોરિસ અને જુલિયા ડાયમંડે કહ્યું છે કે, અંદાજે 10 વર્ષમાં પાકિસ્તાન 350 પરમાણું હથિયારોની સાથે દુનિયાની ત્રીજી મોટી એટમી તાકાત બની શકે છે.

આ કારણથી આ પ્રોજેક્ટ વિશ્વાસુ છે

આ રિપોર્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે. તેના પર વિશ્વાસ એટલા માટે કરવો જોઈએ કારણકે તેના બધા જ સ્ત્રોતનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે જેના આધાર પર અંદાજ રાખવામાં આવે છે. તેમાં પાકિસ્તાનના સૈન્ય અડ્ડાઓ અને એરફોર્સ ઠેકાણાઓના અધ્યયનના આધારે કહેવામાં આવ્યું છે કે, ત્યાં સતત પરમાણું હથિયારો બનાવવામાં આવી રહ્યા છે.

ઓછા અંતરવાળી મિસાઈલ બનાવી રહ્યું છે પાકિસ્તાન

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પરમાણું હથિયારોથી ઓછા અંતરવાળી મિસાઈલ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં માનવામાં આવી રહ્યું છે કે, તે માત્ર ભારત સાથે પરમાણું યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here