PM નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલના -2જા તબકકાનો અને સુરત મેટ્રો રેલ યોજનાનો શિલાન્યાસ

0
351
2 કોરિડોર પૈકી કોરિડોર-1ની કુલ લંબાઈ 21.61 કિલોમીટર છે.જેમાં 20 સ્ટેશન પૈકી 14  એલીવેટેડ અને 6 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે.વર્ષ 2024 સુધીમાં મેટ્રોની આ  કામગીરી પૂર્ણ થઈ જશે. 
2 કોરિડોર પૈકી કોરિડોર-1ની કુલ લંબાઈ 21.61 કિલોમીટર છે.જેમાં 20 સ્ટેશન પૈકી 14  એલીવેટેડ અને 6 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે.વર્ષ 2024 સુધીમાં મેટ્રોની આ  કામગીરી પૂર્ણ થઈ જશે. 

અમદાવાદ: મેટ્રો રેલના પ્રોજેક્ટને કાર્યરત કરવા માટે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન–GMRSની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રોરેલનો ફેઝ–ટુનો પ્રોજેક્ટનો ખર્ચ 5 હજાર 384 કરોડ રૂપિયા છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના 22 કિમીથી વધુના માર્ગ ઉપર 20 સ્ટેશનો તૈયાર કરાશે અને આ પ્રોજેક્ટથી અમદાવાદ–ગાંધીનગરની 62 લાખ રહેવાસીઓ સલામત, ઝડપી તથા પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાનો લાભ મળશે.ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી મોટેરાથી GNLU  અને ત્યાંથી Gift City ના પ્રથમ સેક્ટર અને રાયસણથી ગાંધીનગરના બીજા સેક્ટરનું ભૂમિપૂજન કરશે. હાલમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો Phase-1 40 કિલોમીટરનો છે જેમાંથી 6.5 કિલોમીટરનું કામ માર્ચ 2019 સુધી કરવામાં આવ્યું હતું.. આ ટ્રેનથી અમદાવાદ અને ગાંધીનગરના 62.6 લાખ લોકોને મેટ્રો ટ્રેનનો લાભ થશે.જ્યારે 33.5 કિલોમીટરનું કામ , ઓગસ્ટ 2022 સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે પ્રધાનમંત્રી વિડીયોકોન્ફરન્સના માધ્યમથી સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરશે.હાલ 40.35 કિલોમીટરની લંબાઈના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને 2 કોરિડોરમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણ ડેપોથી સરોલી એમ 2 રૂટને મંજૂરી આપવામાં આવી છે. 2 કોરિડોર પૈકી કોરિડોર-1ની કુલ લંબાઈ 21.61 કિલોમીટર છે.જેમાં 20 સ્ટેશન પૈકી 14  એલીવેટેડ અને 6 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે.વર્ષ 2024 સુધીમાં મેટ્રોની આ  કામગીરી પૂર્ણ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here