સુરત: 10 વર્ષની બાળકી પર પાડોશીએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ

0
249
પડોસી યુવાન આબાળકીની એકલતનો  લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ બાળાના છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી
પડોસી યુવાન આબાળકીની એકલતનો  લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ બાળાના છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી

સુરત : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અંગત અદાવત અથવા થયેલા ઝગડામાં મારામારી કે હત્યાની ઘટના સાંભળી હશે. પણ પાડોસી સાથે થયેલા ઝગડામાં પાડોસીને  સબક શીખવાડવા તેની બાળકીને  દુસ્કર્મ માટે  નિશાન બનાવવાની ઘટના સામે આવી છે. જોકે બાળકીએ  વિરોધ નોંધાવી હવસખોરના ચંગુલમાંથી છટકી ભાગી છૂટી હતી અને સમગ્ર મામલે પોલીસ મથકે પોંહચતા પોલીસે આ નરાધમ યુવકની ધરપકડ કરી છે.સામાન્ય બાબતે થયેલા ઝગડામાંની અદાવત રાખીને મારામારી કે હત્યા કરવામાં આવતી હોય છે. પરંતુ  ઝગડાની અદાવતમાં પાડોસી દ્વારા પાડોસીને સબક શીખવાડવા માટે તેની 10 વર્ષની બાળકી સાથે દુસ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પાંડેસરા ખાતે આવેલા  જીઆઇડીસી વિસ્તારમાં ગોકુલધામ આવાસમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની  બાળકી  ઘરના આંગણામાં રમી રહી હતી. ત્યારે પડોસી યુવાન આબાળકીની એકલતનો  લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ બાળાના છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી. જોકે, બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરી ત્યાંથી ભાગી ગઇ હતી અને પોતના ઘરે પોંહચીને તેની સાથે બનેલી સમગ્ર ઘટન માતાને કહી હતી.  જે બાદ માતાએ તાત્કાલિક બાળા સાથે અશ્લીલ હરકત કરનાર પાડોસી યુવાન સુરજ અરૂણ પાંડે વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ આપી હતી. જેથી પોલીસે આ નરાધમને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here