અમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો

0
13
મંગળવારે પણ શહેરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને રસી આપવામાં આવી હતી.
મંગળવારે પણ શહેરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને રસી આપવામાં આવી હતી.

અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર   આવતા પહેલા લોકો પણ તકેદારીના પગલા રૂપે રસી   લઇ રહ્યાં છે. ત્યારે આજે શહેરમાં વહેલી સવારથી કોરોનાની રસી લેવા માટેની લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. આજે શહેરમાં 45 હજાર લોકોને રસી આપવાનું ટાર્ગેટ છે. ત્યારે મંગળવારે પણ શહેરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને રસી આપવામાં આવી હતી.  આજે અમદાવાદ 45 હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે. જેના કારણે અમદાવાદના વેકસીન સેન્ટર પર કામગીરી શરૂ થાય તે પહેલા જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પહેલો અને બીજો ડોઝ લેવા લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા છે. સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવીને ઉભા દેખાઇ રહ્યાં છે. 3 જુલાઈનાં રોજ 44,540ને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ રસીકરણમાં ક્રમશ: ઘટાડો થયો હતો. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. મંગળવારે 44,819ને રસી અપાઈ હતી, જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યારસુધીમાં 3428627ને રસી અપાઈ છે, જેમાં 26.97 લાખે પ્રથમ અને 7.31 લાખને બીજો ડોઝ અપાયો છેરસીકરણની સાથે શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેના 28 ડોમ દોઢ મહિના પછી ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. આ ડોમ પર આરટી-સીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હાલ શહેરમાં કોરોના દૈનિક કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. 28 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here