T20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન

0
365
Team India's double century in the first innings in T20, 224 for 2
Team India's double century in the first innings in T20, 224 for 2

5મી T20 મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે T20 શ્રેણીની દરેક મેચમાં તેની પ્લેઈંગ-11માં ફેરફારો કર્યા છે, આજની મેચમાં નટરાજનને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું રોહિતે T20 કારકિર્દીની 22 મી ફિફ્ટી ફટકારી; બેન સ્ટોક્સનો શિકાર થયો
જોર્ડન અને રૉયના શાનદાર પાર્ટનરશિપ વાળા કેચના કારણે સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે
વિરાટ કોહલીની ફિફ્ટી, કેપ્ટન કોહલી આક્રમક અંદાજમાં જોવા મળ્યો છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મોર્ગને પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં, 5 ટી 20 શ્રેણી 2-2થી બરાબર છે. રોહિત શર્મા T20 કારકિર્દીની 22મી ફિફ્ટી ફટકાર્યા બાદ બેન સ્ટોક્સનો શિકાર થયો હતો. જોર્ડન અને રૉયના શાનદાર પાર્ટનરશિપ વાળા કેચના કારણે સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે. કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 28મી અર્ધસદી ફટકારી છે. કિંગ કોહલી અને હાર્દિક પંડ્યા ક્રીઝ પર અણનમ રહ્યાં અને છેલ્લે 2 વિકેટે ૨૨૪ રનનો મોટો સ્કોર ખડકી દીધો હતો. ટાર્ગેટ આપ્યો ૨૨૫નો.

ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ 94 રનની શરૂઆતની ભાગીદારી કરી હતી. તે શ્રેણીની કોઈપણ ટીમની શ્રેષ્ઠ શરૂઆતની ભાગીદારી પણ હતી. રોહિત 34 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સે તેને બોલ્ડ કર્યો હતો. સૂર્યકુમાર યાદવે બીજી મેચના બીજા બોલે સિક્સ ફટકારી પોતાના અંગત સ્કોરનો શુભારંભ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને 143 રનમાં બીજો ફટકો પડ્યો હતો. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 32 રન બનાવી આઉટ થયો હતો. આદિલ રશીદના બોલ પર ક્રિસ જોર્ડન અને જેસન રોયે પાર્ટનરશિપમાં બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here