BJP ધારાસભ્યએ કહ્યું હતું- કોરોના તો ખતમ થઈ ગયો; સંક્રમણે તેમનો જીવ લીધો, 24 કલાક સુધી ICUમાં જગ્યા પણ મળી ન હતી

0
198
1
1

કોરોનાને લઈને બેદરકારી કે તેને અવગણવો જીવલેણ સાબિત થઈ શકે છે. આવી શીખ UPના બરેલીમાં નવાબગંજ વિધાનસભા સીટના BJP ધારાસભ્ય રહેલા કેસર સિંહ ગંગવારની મોતના મામલેથી લઈ શકાય છે. કેસર સિંહનું કોરોના સંક્રમણને પગલે 28 એપ્રિલે મોત નિપજ્યું. તેમના નિધન પછી એક ન્યૂઝ ચેનલનો વીડિો સામે આવ્યો છે. વીડિયો તે સમયનો છે જ્યારે કેસર સિંહ વિધાનસભા પહોંચ્યા હતા. રિપોર્ટરે ધારાસભ્યને પૂછ્યું કે કોરોના કાળ છે અને તમે માસ્ક પણ નથી પહેર્યું? જેના જવાબમાં ધારાસભ્યએ કહ્યું હતું કે માસ્ક… હવે કોવિડ ખતમ થઈ ગયો છે. હવે કોવિડ ક્યાં છે?… આવું કહિને તેઓ મોબાઈલ પર વાત કરતા આગળ નીકળી ગયા હતા.24 કલાક સુધી ICUમાં જગ્યા પણ મળી ન હતીકેસરસિંહ ગંગવારની તબિયત અચાનક બગડતાં તેઓએ 10 એપ્રિલે બરેલીની રામમૂર્તિ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારના સભ્યોનો આરોપ છે કે કેસર સિંહને 24 કલાક સુધી એક ICU બેડ પણ મળ્યો ન હતો. તેથી તેઓને નોયડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન 2 દિવસ પહલેાં જ કેસર સિંહે અંતિમ શ્વાસ લીધા.ધારાસભ્યના પુત્ર વિશાલ ગંગવારે પણ યોગી સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે UP સરકાર પોતાના જ ધારાસભ્યનો ઈલાજ નથી કરાવી શકતી. વિશાલે કહ્યું હતું કે મુખ્યમંત્રન ઓફિસમાં વારંવાર કોલ કર્યા બાદ પણ કોઈ જ ફોન ઉઠાવતું ન હતું.ધારાસભ્યએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પણ પત્ર લખ્યો હતોસંક્રમિત થયા પછી કેસર સિંહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને 18 એપ્રિલે પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે બરેલીના શ્રીરામ મૂર્તિ સ્મારકમાં સારવાર ચાલી રહી છે. ડોકટર્સે ચિકિત્સા અને પ્લાઝમા થેરેપીની સલાહ આપી છે. એવામાં તેઓને તાત્કાલિક દિલ્હીની મેક્સ હોસ્પિટલમાંં એક બેડ અપાવી દે, પરંતુ તેમ છતાં ધારાસભ્યને મેક્સ હોસ્પિટલમાં જગ્યા મળી ન હતી. ન છૂટકે તેઓએ યથાર્થ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ ચિઠ્ઠી ધારાસભ્યએ 18 એપ્રિલનાં રોજ લખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here