સુરતથી અમદાવાદ જતા 3 યુવાનોની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયના ઘટના સ્થળે મોત

0
234
દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં તેઓએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી.
દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં તેઓએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી.

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનોના સ્થળ પર મોત નીપજ્યાં હતા. કાર ચાલકને ઝોકુ આવી જતાં ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇટમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રકમાં ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલ ત્રણ યુવાનો સુરતથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા.મળેલી માહિતી પ્રમાણે વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલ પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉ.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફ ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણીયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. 42) કારમાં સુરતથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં તેઓએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી. અને તેજ સમયે અમદાવાદથી સુરત તરફ પુરપાટ જઇ રહેલી ટ્રકમાં કાર ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને તેમાં સવાર ત્રણે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાંજ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતાં લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તુરતજ પોલીસને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં, પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઇ મૃતદેહો બહાર કઢાવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here