આઈપીઓથી લોકોના પૈસા સગેવગે કરનાર લેભાગુ કંપનીઓ ઉપર તવાઈ ઉતરશે

0
534

ટી કંપનીઓમાં ‘રીલેટેડ પાર્ટીઓ’ માટે કડક નિયમો જયારે પ્રોત્સહનબળ પૂ‚ પાડવા નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને આઈબીસીમાં રાહતોની વણજાર

સરકારે નવો ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી ડોડ (આઈબીસી) લાગુ કરતા કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે. નાદારીના આ નવા કાયદાથી આઈપીઓથી લોકોના પૈસા સગેવગે કરનારી લેભાગુ કંપનીઓ ઉપર તવાઈ ઉતરશે. આવી કંપનીઓ વિ‚ધ્ધ કડક કાર્યવાહી કરવા સરકારે નિર્ધાર કર્યો છે.

તો બીજી તરફ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને નાદારીની પ્રક્રિયામાં આંશિક રાહત અપાશે. નાદારી જાહેર કરતા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને તેમની કંપનીઓની સંપતિઓને હડપવાની પ્રક્રિયામાં રાહત અપાશે. ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત કેબીનેટે તાજેતરમાં ભલામણો કરી છે કે, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને નાદારીની પ્રક્રિયામાંથી રાહત મળવી જોઈએ આ માટે આઈબીસીમાં એક કલમ ઉમેરાઈ છે.

જેમાં ઉલ્લેખ છે કે, જે કંપનીઓનું ટર્નઓવર ૨૫૦ કરોડ સુધીનું છે તે તમામ કંપનીઓને રાહત મળશે. જે કંપનીઓ દેવામાં ડુબાયેલી છે અને તેનું ટર્નઓવર ખુબજ ઓછું છે તેઓને સરકાર મદદ કરશે.

કોર્પોરેટર અફેર્સના સચીવ ઈન્જેની શ્રીનીવાસની અધ્યક્ષતાવાળી કમીટીએ જણાવ્યું કે, થોડા દેવાદારોથી ઘણા બીઝનેશો ઘાચામાં છે. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નાદારી પ્રક્રિયામાં આંશિક રાહતો આપવી જોઈએ. આ રાહત તેમને ઉંચુ ટર્નઓવર મેળવવામાં મદદ કરશે. નાદારીની પ્રક્રિયા નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારો માટે નહિ પણ વિશાળ કંપનીઓની રીલેટેડ પાર્ટી માટે અધરી બનાવવી જોઈએ અને આઈપીઓથી લોકોના પૈસા સગેવગે કરનારી કંપનીઓ વિ‚ધ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com