વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાયું

0
201
વડા પ્રધાન નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગુજરાત રાજ્યમાં ખેલે ગુજરાતની શરૂઆત કરાવી હતી. તેમ જ અત્યારે રાષ્ટ્રમાં ખેલની સંસ્કૃતિ જન્મે તે માટે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાન દ્વારા ખેલ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગુજરાત રાજ્યમાં ખેલે ગુજરાતની શરૂઆત કરાવી હતી. તેમ જ અત્યારે રાષ્ટ્રમાં ખેલની સંસ્કૃતિ જન્મે તે માટે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાન દ્વારા ખેલ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે.

અમદાવાદ: આ ક્રિકેટ સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નામાભિમાન કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની પરિકલ્પના શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ કરી હતી અને ગુજરાત ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ બનીને તેને સાકાર કરવા માટે બળ પૂરું પાડ્યું હતું એવું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન અને વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરતા કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી ૯૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મેલબોર્ન સ્ટેડિયમ વિશ્ર્વ સ્તરે પ્રખ્યાત હતું, પરંતુ હવે ૧.૩૨ લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ બનવાથી આ ખ્યાતિ હવે અમદાવાદને મળશે. ભારત ક્રિકેટની જેમ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. મોટેરામાં નિર્મિત થયેલા અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ ભારતની આશા-અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.ગુજરાત ક્રિકેટ એસોશિએશનના સહકારથી આ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. જી.સી.એ.ના સહયોગથી જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ જેવા ક્રિકેટરોની ભેટ મળી છે. આજે ઇંગ્લેન્ડ સામે શરૂ થનાર ટેસ્ટ મેચ માટેની પણ તેમણે અગ્રિમ શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે કહ્યું કે, આ સંકુલ માત્ર ક્રિકેટ પૂરતું સીમિત ન રહેતા અન્ય સ્પોર્ટસ માટેની પણ સુવિધાઓ હોવાથી મલ્ટી સ્પોર્ટસ એન્કલેવ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની યજમાની કરવા માટે સુસજ્જ બનશે.આ ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબનું એનર્જી એફિસિયન્ટ બનાવવામાં આવ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગુજરાત રાજ્યમાં ખેલે ગુજરાતની શરૂઆત કરાવી હતી. તેમ જ અત્યારે રાષ્ટ્રમાં ખેલની સંસ્કૃતિ જન્મે તે માટે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાન દ્વારા ખેલ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે. ટાર્ગેટ ઑલમ્પિક પોડિયમ સ્કીમ દ્વારા દેશના નાના કસબામાં રહેતા તેમ જ દૂર-સુદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ ઑલમ્પિક માટેની સુવિધાઓ મળે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જે અન્વયે ખેલ પ્રતિભાને ઓળખી, તાલીમ આપી ઑલમ્પિક સુધી પહોંચે તે માટેની સગવડ ઊભી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here