માસ્કના દંડથી બચવા અમદાવાદના 2 યુવકો પોલીસ પર બાઈક ચઢાવીને ફરાર, એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

0
202
જોકે બિપીન પૂજાભાઈ અને જીતેન્દ્ર આત્મારામ દૂર ઊભા હોવાથી તેમણે ભાગી રહેલા બંનેને રોકવા ઈશારો કર્યો હતો. તેમ છતાં તેઓ બિપીનભાઈ પર બાઈક ચડાવી ભાગી છૂટ્યા હતા.
જોકે બિપીન પૂજાભાઈ અને જીતેન્દ્ર આત્મારામ દૂર ઊભા હોવાથી તેમણે ભાગી રહેલા બંનેને રોકવા ઈશારો કર્યો હતો. તેમ છતાં તેઓ બિપીનભાઈ પર બાઈક ચડાવી ભાગી છૂટ્યા હતા.

અમદાવાદ : સીદ્દી સૈયદની જાળી પાસેથી બાઈક પર માસ્ક પહેર્યાં વગર નીકળેલા 2 યુવકોને પોલીસે રોકતાં, ચાલકે એક પોલીસકર્મી પર બાઈક ચડાવી ભાગી ગયા હતા. જેમાં પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.કારંજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બુધવારે સાંજે રૂપાલી પોલીસ ચોકી પાસે ફરજ પર હતા, ત્યારે સાંજે 7 વાગે બાઈક પર ત્યાંથી પસાર થતા 2 યુવકોએ માસ્ક પહેર્યો ન હતો. તેથી પોલીસે તેમને રોક્યો હતો. જેમાં બાઈકચાલકે બાઈક પાછું વાળી લીધું હતું. જોકે બિપીન પૂજાભાઈ અને જીતેન્દ્ર આત્મારામ દૂર ઊભા હોવાથી તેમણે ભાગી રહેલા બંનેને રોકવા ઈશારો કર્યો હતો. તેમ છતાં તેઓ બિપીનભાઈ પર બાઈક ચડાવી ભાગી છૂટ્યા હતા.જોરદાર ટક્કર વાગતા બિપીનકુમારને હાથ, પગ, મોઢા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવારમાં તેમને ડાબા હાથની કોણી અને નાક પર ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બિપીનકુમારે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નાસી છૂટેલા બંને યુવકો વિરુધ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here