ZEE5 દ્વારા બપોરે 12 વાગ્યે ધૂપ કી દીવારનું સાપ્તાહિક એપિસોડિક પ્રસારણ કરાશે

0
150
મોશન કન્ટેન્ટગ્રુપ અને હમદાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ઉમેરા અહમદ દ્વારા લિખિત અને હસીબ હસન દ્વારા દિગ્દર્શિત ઝિંદગીની આગામી ઓરિજિનલ ધૂપ કી દિવાર પરિવાર અને નુકસાનની વાર્તા છે, જેમાં અસલ જીવનનું કપલ સજલ અલી અને આહાદ રઝા મીર મુખ્ય ભૂમિકામાં છે
મોશન કન્ટેન્ટગ્રુપ અને હમદાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ઉમેરા અહમદ દ્વારા લિખિત અને હસીબ હસન દ્વારા દિગ્દર્શિત ઝિંદગીની આગામી ઓરિજિનલ ધૂપ કી દિવાર પરિવાર અને નુકસાનની વાર્તા છે, જેમાં અસલ જીવનનું કપલ સજલ અલી અને આહાદ રઝા મીર મુખ્ય ભૂમિકામાં છે
ફિનાલે આઝાદી દિવસના વીકએન્ડમાં બતાવવામાં આવશે ~
નેશનલ, 23મી જૂન, 2021- ઝિંદગીની ત્રીજી ઓરિજિનલ વેબ સિરીઝ ધૂપ કી દીવારના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, જેની સાથે શો વિશેની ઉત્સુકતા નવી ઊંચાઈએ પહોંચી છે. બધા 25મી જૂને લોન્ચની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે ત્યારે ZEE5એ સાપ્તાહિક એપિસોડિક પ્રસારણની ઘોષણાકરી છે, જે દરેક શુક્રવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 12 વાગ્યે પ્રસારિત થશે અને દર્શકોને રોમાંચિત કરવા સાથે તેમની વધુ માટે ઉત્સુકતા જગાડશે.
ભારત અને પાકિસ્તાનમાટે 75મા આઝાદી દિવસના વિશેષ અવસરે ZEE5 આઝાદી દિવસ વીકએન્ડ પર ફિનાલે એપિસોડ પ્રસારિત કરશે, જે દિવસ સીમાની બંને બાજુના લોકો માટે અને વૈશ્વિક સ્તર પર દક્ષિણ એશિયનો માટે ઐતિહાસિક સિદ્ધિરૂપ છે. બંને દેશ માટે આ અત્યંત વિશેષ દિવસે શાંતિ, એકતા અને નફરત સામે પ્રેમનો વિશેષ સંદેશ આપશે.ધૂપ કી દીવારની વાર્તા સીમાની બંને બાજુ પર શહીદોના પરિવારો માટે યુદ્ધ પાછળ છોડી ગયું છે તે ખાલીપા ફરતે વીંટળાયેલી છે અને તેનું પ્રથમ ટીઝર રજૂ કરવામાં આવ્યું ત્યારથી તે ચર્ચામાં છે.ZEE5 ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર મનીષ કાલરાએ જણાવ્યું હતું કે આવી શક્તિશાળી છતાં હૃદયસ્પર્શી વાર્તા કહેવાની તક આસાનીથી આવતીનથી. ધૂપ કી દીવાર થકી અમે ઘણા બધા લોકોના જીવનને સ્પર્શીને નફરત સામે પ્રેમ વિશે વાર્તાલાપ શરૂ કરવા માગીએ છીએ. ZEE5માં અમે સતત નવીનતા લાવવામાં માનીએ છીએ અનેશોના સાપ્તાહિક એપિસોડિક પ્રસારણ અને બપોરે 12 વાગ્યાના નવા લોન્ચ ટાઈમ સાથે ઉત્તમ સફળતા જોવા ઉત્સુક છીએ.આ પહેલ વિશે બોલતાં ZEE5 એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિ.ના સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ચીફ ક્રિયેટિવ ઓફિસર શૈલજા કેજરીવાલે જણાવ્યું હતું કેઆશો યુદ્ધ દ્વારા પેદા થયેલી બંને તરફી હાનિને દર્શાવવાનો આ નિખાલસ પ્રયાસ છે અને સીમાની બંને બાજુના દર્શકો અને દુનિયાભરના લોકોને શાંતિ માટે જરૂર પર આત્મચિંતન કરવાની હાકલ છે. અમને આશા છે કે દર્શકો શો સાથે જોડાશે અને અમે સપ્તાહ દર સપ્તાહ નવા એપિસોડ પ્રસારિત કરીશું તેમ તેમનો પ્રતિસાદ સાંભળવા ઉત્સુક છીએ.મોશન કન્ટેન્ટગ્રુપ અને હમદાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત, ઉમેરા અહમદ દ્વારા લિખિત અને હસીબ હસન દ્વારા દિગ્દર્શિત ઝિંદગીની આગામી ઓરિજિનલ ધૂપ કી દિવાર પરિવાર અને નુકસાનની વાર્તા છે, જેમાં અસલ જીવનનું કપલ સજલ અલી અને આહાદ રઝા મીર મુખ્ય ભૂમિકામાં છે.
ધૂપ કી દીવારનું પ્રસારણ 25મી જૂને (2 એપિસોડ) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે,  ZEE5 પર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here