શિયાળામાં પાવર બુસ્ટરનું કામ કરશે આમળા

0
89
આમળામાં મળી આવતુ ફાઈબર શરીરમાં ખોરાકના પાચન માટે આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે, જેના કારણે આંતરડા અને પાચનતંત્રને લગતી ગંભીર બિમારીઓ સામે રક્ષણ
આમળામાં મળી આવતુ ફાઈબર શરીરમાં ખોરાકના પાચન માટે આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે, જેના કારણે આંતરડા અને પાચનતંત્રને લગતી ગંભીર બિમારીઓ સામે રક્ષણ

ભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.એક વખત જો 100 ગ્રામ એટલે લગભગ અડધા કપ આમળા ખાવાથી શરીરને 300 mg વિટામિન સી મળે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને દરરોજ જોઈતા વિટામિન સી કરતા આ પ્રમાણ બમણું છે.આમળામાં મળી આવતા ફાયટોન્યૂટ્રિઅન્ટસ અને એન્ટિઓક્સિડન્ટ્સ મગજના કોષોને નુક્શાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સ સામે મગજને રક્ષણ આપે છે. ડિમેન્શિયાના દર્દીઓમાં યાદશક્તિ વધારવામાં પણ આમળા ખૂબ ઉપયોગી છેઆમળામાં મળી આવતું સોલ્યુબલ ફાઈબર શરીર સરળતાથી પચાવી શકે છે. આ ફાઈબરની મદદથી શરીરમાં શુગર એબ્જોર્બ કરવાની ગતિમાં ઘટાડો થાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં આમળાના સેવનથી બ્લડ શુગર નિયંત્રણમાં રાખી શકાય છે.આમળામાં મળી આવતુ ફાઈબર શરીરમાં ખોરાકના પાચન માટે આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે, જેના કારણે આંતરડા અને પાચનતંત્રને લગતી ગંભીર બિમારીઓ સામે રક્ષણ મળે છેઆમળામાં વિટામિન સીની સાથોસાથ વિટામિન એ (vitamin A) પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન એની મદદથી આંખોની રોશની વધે છે સાથે જ મોટી ઉમરમાં થતી માક્યુલર ડિજનરેશન સામે પણ રક્ષણ મળે છે.

આહારમાં આમળાને આ રીતે કરો શામેલ

સંચળ સાથે આમળાનું સેવન
આમળાનું ફ્રેશ જ્યુસ
ચ્યવનપ્રાશ – ચ્યવનપ્રાશમાં મુખ્યત્વે આમળાનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેને દૂધ અથવા પાણી સાથે અથવા સીધું જ ખાઈ શકાય છે.
આમળાનો મુરબ્બો અથવા આમળા જામ પણ ભોજન સાથે ખાઈ શકાય છે. આ જેટલો વધુ સમય રાખવામાં આવશે તેટલો જ વધુ ફાયદો પહોંચાડશે.
આમળાનું અથાણું
સવારે 1 ચમચી આમળા પાવડર 1 ચમચી મધ ને ગરમ પાણી સાથે લેવાથી આમળાના ભરપૂર સ્વાસ્થ વર્ધક લાભ મેળવી શકાય છે.
આમળા સોપારી – મીઠાવાળા સુકા આમળા જે માઉથ ફ્રેશનર તરીકે સાથે જ પાચન માટે અને એસિટીડી થતી રોકવા માટે ઉપયોગી સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here