સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

0
93

રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

યોગ દિવસ પર પીએમ અને સીએમ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સુરત ખાતે રાજ્યકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે જેમા વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.સુરત ખાતે રાજ્યક્ષાના યોગ દિવસની ઉજવણી
રાજ્યમાં અનેક જગ્યાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત ખાતે રાજ્યક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે જ્યા એકસાથે લગભગ દોઢ લાખ જેટલા લોકો એકસાથે યોગ કર્યા હતા. આજે વહેલી સવારથી જ લોકો યોગ કરવા માટે પહોંચ્યા હતા અને આ માટે અંદાજે 250 જેટલી સ્કીન મૂકવામાં આવી હતી. આ રાજ્યક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતા હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 
યોગ દિવસ થીમ પર વસુધૈવ કુટુંબકમ 

આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસ થીમ પર વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  આજે વિશ્વની સાથે સાથે રાજ્યભરમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 100 કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1 લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી. સીએમએ આપી શુભેચ્છા
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને તેને ટ્વીટ કરીને લખ્યુ હતું કે ‘યોગ માત્ર શારીરિક કસરત નથી,એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં લોકો યોગ અને વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત પર એકસાથે યોગ કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે યોગ દ્વારા આપણને સ્વાસ્થ્ય, આયુષ અને શક્તિ મળે છે. આપણામાંથી કેટલાએ યોગની ઉર્જાનો અનુભવ કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિગત સ્તરે સારું સ્વાસ્થ્ય આપણા માટે કેટલું મહત્વનું છે. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here