સુપરસ્ટાર રજનીકાંત હોસ્પિટલમાં દાખલ, પત્નીએ કહ્યું- રૂટિન ચેકઅપ માટે એડમિટ થયા

0
164
9 જુલાઈએ રજનીકાંત ભારત પરત ફર્યા હતા. રજનીકાંતની વર્ષ 2016માં અમેરિકામાં કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ હતી.ગત વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતની તબિયત બગડી હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
9 જુલાઈએ રજનીકાંત ભારત પરત ફર્યા હતા. રજનીકાંતની વર્ષ 2016માં અમેરિકામાં કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ હતી.ગત વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતની તબિયત બગડી હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત ગુરુવારે બગડી છે. તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, તેઓ આવતીકાલ સુધી હોસ્પિટલમાં રહેશે. એ બાદ તેઓ ઘરે પરત ફરશે. ટોલિવૂડ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા મુજબ, લતા રજનીકાંતે જણાવ્યું હતું કે આ થલાઈવાનું રૂટિન મેડિકલ ચેકઅપ છે. રજનીકાંતના ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થન કરવાનું શરૂ કરી દીધું છે.રજનીકાંત દર વર્ષે રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે એક વખત અમેરિકા જરૂરથી જાય છે. આ વખતે તેઓ 18 જૂને અમેરિકા ગયા હતા અને ત્યાં ત્રણ સપ્તાહ રોકાયા હતા. તેમને પહેલાં જ ચેકઅપ માટે અમેરિકા જવાનું હતું, પરંતુ કોવિડ લોકડાઉન અને ફિલ્મોની શૂટિંગ હોવાને કારણે એ શક્ય બન્યું ન હતું. 9 જુલાઈએ રજનીકાંત ભારત પરત ફર્યા હતા. રજનીકાંતની વર્ષ 2016માં અમેરિકામાં કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ હતી.ગત વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતની તબિયત બગડી હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 70 વર્ષના રજનીએ બ્લડપ્રેશરમાં ઉતાર-ચઢાવ અને થાકની ફરિયાદ કરી હતી. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓએ ગત વર્ષે પોલિટિક્સમાં એન્ટ્રી લેવાનો નિર્ણય ટાળ્યો હતો. તેઓ પોંગલમાં પોતાની પાર્ટી લોન્ચ કરવાના હતા પરંતુ એવું ન થઈ શક્યુરજનીએ કહ્યું હતું કે ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં રાજનીતિમાં આવવાની જાહેરાત કરીને તેઓ કોઈ વીરતા બતાવવા નથી માગતા. પોતાના સમર્થકોને પણ પરેશાન નથી કરવા માગતા. સાથે જ કહ્યું- આ નિર્ણયથી ફેન્સને નિરાશ થઈ હશે પરંતુ મને માફ કરી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here