વડાપ્રધાન મોદી પહોંચ્યા વાળીનાથ ધામ, મહેસાણાના તરભ ગામમાં કર્યો ભવ્ય રોડ શૉ

0
48
વડાપ્રધાન મોદી પહોંચ્યા વાળીનાથ ધામ, મહેસાણાના તરભ ગામમાં કર્યો ભવ્ય રોડ શૉ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી વાળીનાથ ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે અમદાવાદથી GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ તેઓ તરભમાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણઅનેખાતમુહુર્તકરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેના પાદરા-મનુબાર માર્ગનું ઉદ્દઘાટન કરશે. આ માર્ગનું બાંધકામ પૂર્ણ થયું છે જેથી વડોદરાથી ભરૂચ અંકલેશ્વર, સુરત અને મુંબઇ તરફના મુસાફરોને ઝડપી, સુરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકશે. રાજ્યમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું બાંધકામ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે. મનુબારથી સાંપા સુધીનો 31 કિલોમીટર લાંબો માર્ગ 2400 કરોડના ખર્ચે, સાંપાથી પાદરા સુધીનો 32 કિલોમીટરનો માર્ગ 3200 કરોડના ખર્ચે અને પાદરીંથી વડોદરા સુધીનો 23 કિલોમીટરનો માર્ગ 4300 કરોડના ખર્ચે બન્યો છે.આમ કુલ નેશનલ હાઇવે ઓથોરિટીના 10 હજાર કરોડના ખર્ચે બનેલા માર્ગનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે. મનુબાર ભરૂચ રેલવે સ્ટેશનથી સાત કિલોમીટર દૂર આવેલું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે અગાઉથી જ કાર્યરત છે, જ્યારે વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઇવે મુસાફરો માટે ઉપયોગી થશે. વડોદરાથી ગોધરા સ્ટ્રેચ અને ભરૂચ- મુંબઈ ટ્રેચ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here