Happy Birthday Sunil Gavaskar: BCCIએ ગાવસ્કરને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી

0
68
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પોતાના કરિયર દરમિયાન ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ વર્લ્ડ કપ 1983ની વિજેતા ટીમનો ભાગ પણ હતા. ગાવસ્કરે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત મહત્વની ઈનિગ્સ રમી છે. તેઓ સોમવારે 74મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ગાવસ્કરના જન્મદિવસ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમને ખાસ અંદાજમાં શુભકામનાઓ આપી છે. બોર્ડે ટ્વીટ કરી કેટલાક મહત્વના રેકોર્ડ શેર કર્યા છે.
BCCIએ એક ટ્વીટ કરી છે, જેમાં ગાવસ્કરની તસવીરોની સાથે કેપ્શનમાં રેકોર્ડ શેર કર્યા છે. બોર્ડે એક જ ટ્વીટમાં ગાવસ્કરની ઘણી જૂની તસવીરોને દર્શાવી છે. આ સાથે કેપ્શનમાં રેકોર્ડ શેર કર્યા અને જન્મદિવસ પર શુભકામનાઓ આપી. સુનીલ ગાવસ્કર ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે વનડે ફોર્મેટમાં 3 હજાર કરતા વધુ અને ટેસ્ટમાં 10 હજાર કરતા વધુ રન બનાવ્યા છે.
ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી છે. તેમણે આ દરમિયાન 10122 રન બનાવ્યા. તેઓ ટીમ ઈન્ડિયા માટે 34 સદી અને 45 અડધી સદી ફટકારી ચૂક્યા છે. ગાવસ્કરે ભારત માટે 108 વનડે મેચોમાં 3092 રન બનાવ્યા છે. તેઓ આ ફોર્મેટમાં એક સદી અને 27 અડધી સદી ફટકારી ચૂક્યા છે. તેમનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 103 રન રહ્યો છે. જ્યારે ટેસ્ટમાં 236 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. તેઓ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25 હજાર કરતા વધુ રન બનાવી ચૂક્યા છે. જેમાં 81 સદી અને 105 અડધીસદી સામેલ છે. ગાવસ્કર ફર્સ્ટ ક્લાસમાં ત્રીજી સદી ફટકારી ચૂક્યા છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 340 રન રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here