યુકેથી શુક્રવારે રાત્રે આવેલા 222 પ્રવાસીમાંથી એક પ્રવાસીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

0
111
જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે
જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે

અમદાવાદ: દેશમાં કોરોનાના કેસ હાલમાં ઓછા થયા છે. જોકે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકા (South Africa)માં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવતા ફરીથી ડર ફેલાયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ (UK-Ahmedabad flight) આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (RT-PCR Report) આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટ (Ahmedabad International Airport)માં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા 11 દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે222 પ્રવાસી યુકેથી આવ્યા: મળતી માહિતી પ્રમાણે શુક્રવારે યુકેથી 222 પ્રવાસી સીધી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ તંત્ર તરફથી હાઈરિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે 222 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદમાં 1 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવી ગયો હતો. આથી તેને પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રવાસીને કોરોનાના કયા વેરિઅન્ટનો ચેપ લાગ્યો છે તેની તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્રવાસીને નિયમ પ્રમાણે હોમ ક્વૉરન્ટિન સહિતની તમામ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. વ્યક્તિને ઓમિક્રોન છે કે નહીં તેની જાણ પુણેથી રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here