ચેપોક સ્ટેડિયમમાં બન્યું એવું કે ક્રિકેટમાંથી ધોનીના સંપૂર્ણ સંન્યાસનો મળ્યો સંકેત

0
167

છેલ્લી હોમ ગ્રાઉન્ડની મેચ પછી જ ધોનીએ ચેન્નાઈના ચેપોક ખાતે ‘લેપ ઓફ ઓનર’ લીધો

‘લેપ ઓફ ઓનર’ દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે ધોનીએ ખાસ પટ્ટી પણ પહેરી હતી.

IPL 2023માં ગઈકાલે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ સિઝનમાં લીગ રાઉન્ડમાં તેની છેલ્લી હોમ ગ્રાઉન્ડની મેચ પછી જ ધોનીએ ચેન્નાઈના ચેપોક ખાતે ‘લેપ ઓફ ઓનર’ લીધો હતો. તેણે સાથી ખેલાડીઓ સાથે સ્ટેડિયમનો એક રાઉન્ડ માર્યો અને ટીમને હંમેશા સમર્થન આપવા બદલ ચાહકોનો આભાર માન્યો. ધોનીની સાથે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથન, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, દીપક ચાહર, કોચ સ્ટીફન ફ્લેમિંગ અને આખી ટીમ હતી. ‘લેપ ઓફ ઓનર’ દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે ધોનીએ ખાસ પટ્ટી પણ પહેરી હતી. ધોની સિઝનની શરૂઆતથી જ ઈજાગ્રસ્ત હતો અને મેચ દરમિયાન ઘણી વખત પરેશાન પણ જોવા મળ્યો હતો.
ધોનીએ ચાહકોને બોલ અને જર્સીએ ભેટ કર્યા 
આ દરમિયાન ધોનીના હાથમાં રેકેટ હતું અને તેણે દર્શકોને CSK લોગોવાળા બોલો પણ ગિફ્ટ કર્યા હતા. અગાઉ તેણે દર્શકોને કેટલીક જર્સી પણ ભેટમાં આપી હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય સ્ટાફે પણ ધોનીનો ઓટોગ્રાફ લેતા દેખાયા અને તેની સાથે ફોટો પડાવતા દેખાયા હતા. ચેપોકમાં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર સહિત બે વધુ પ્લેઓફ મેચો રમાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here