અમેરિકામાં ફરી અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો, 2 ના મોત, 5 ઘાયલ

0
25
અમેરિકામાં સતત ગોળીબારની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શનિવારની રાત્રે થયેલા ગોળીબારમાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 5 લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીડિતો 15-20 વર્ષની વય જૂથના પુરુષ છે. અને મૃતકની ઉંમર 19 અને 20 વર્ષની હતી. ગોળીબાર બાદ ઘાયલોને તાત્કાલિક રીઝનલ મેડિકલ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બે યુવકોના મોત થઈ ગયા છે. યુમા પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના શનિવારે રાત્રે 10:54 કલાકે બની હતી. આ દરમિયાન અમને ફાયરિંગની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે જણાવ્યું કે, જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગોળી વાગવાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોળીબારની આ ઘટના સાઉથ જે એડવર્ડ ડ્રાઇવ પર બની હતી.
હુમલાખોરો કોણ હતા અને તેઓએ શા માટે આ ઘટનાને અંજામ આપ્યો તે હજુ સ્પષ્ટ નથી થયુ. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા વધી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here