એટમબોમ્બ અંગે ચાલતી ખતરનાક સ્પર્ધા ઈરાન માટે ઈઝરાયલની યોજના શી છે ?

0
44
– મિડલ-ઈસ્ટનું યુદ્ધ દુનિયાને ભારે પડશે ?
– ઈરાન એટમબોમ્બ બનાવે તે પહેલા જ તેની ઉપર લગામ મૂકવા ઈઝરાયલની યોજના વિશ્વ આજે રશિયા-યુક્રેન યુદ્ધને લીધે મુશ્કેલીમાં છે. તેમાં ચીન-તાઈવાન યુદ્ધ વ્યાપક બની રહેવાની સંભાવના વધી ગઈ છે. આટલું ઓછું હોય તેમ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે એટમબોમ્બ અંગે જબરજસ્ત હોડ ચાલી રહી છે.
નિરીક્ષકોને સૌથી વધુ ચિંતા તે કોરી ખાય છે કે જો મિડલ-ઈસ્ટમાં યુદ્ધ વ્યાપક બની જાય તો દુનિયાને ખનિજ તેલની ઉણપ કોતરી ખાય તેમ છે. આથી ખનિજ તેલના ભાવ આસામાને જતા તે પાછળ તમામ અપેક્ષા ભાવ વધવાની ભીતિ છે.
બીજો ભય દુનિયાને તે સતાવે છે કે અમેરિકા ઈઝરાયલ તરફી છે. જ્યારે રશિયા સ્પષ્ટ રીતે ઈરાનને પુષ્ટિ આપે છે. અમેરિકા સાથે યુરોપીય યુનિયનમાં રાષ્ટ્રો અને ‘નાટો’ રાષ્ટ્રો છે. જ્યારે રશિયા સાથે ઉ.કોરીયા અને હવે ઈરાન પણ છે. તેની ‘ધરી’ બની રહી છે તેમ કહેવું પણ ખોટું છે. વાસ્તવમાં કરારો સિવાયત ‘ધરી’ બની ગઈ છે.
ઈરાન એક તરફ હીજાબના મુદ્દે મધ્યયુગમાં જીવે છે તો બીજી તરફ એટનિક રિએકટર્સ રચી રચી એટમબોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મૌશાદ પાસે તેની રજેરજની માહિતી છે. ઈરાન એટમબોમ્બ બનાવે તે પહેલા જ તેના ‘પરમાણુ-કાર્યક્રમ’ને તોડી નાખવા તેણે ત્રિપાંખીયા હુમલાની તૈયારી કરી જ રાખી છે. ઈઝરાયલ પોતે તો પરમાણુ બોમ્બ ધરાવે જ છે. જેની સંખ્યા વાસ્તવમાં તો ગુપ્ત જ રહી છે. ઈરાન એટમબોમ્બ ન બનાવી શકે તે માટે તે પ્રતિબદ્ધ છે. તેમ છતાં જો તે એટમબોમ્બ બનાવે જ તો દુનિયામાં અમેરિકા, રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, ઈરાન અને ઈઝરાયલ ‘પરમાણુ દેશો’ બની રહે. કહેવાય છે કે ઉત્તર કોરિયા પણ પરમાણુ બોમ્બ તૈયાર કરી રહ્યું છે. તેને સત્તાવાર પુષ્ટિ નથી પરંતુ ૧૨,૫૦૦ માઈલ દૂર સુધી પ્રહાર કરી શકે તેવા આઈસીબીએમ બનાવનાર ઉ.કોરિયા પાસે પરમાણુ બોમ્બ હોવા પુરો સંભવ છે. તેને ચીનની પુરી મદદ છે.
વિશ્વ આજે ડરી ગયેલા લાગતા ‘વિસુબિયસના’ શિખરે બેઠું છે. પરમાણુ યુદ્ધો ફાટી નીકળશે તો અર્ધભૂમી રહેલી વિશ્વની ૪૦% માનવજાત ભૂખે મરશે તેવી ભીતિ છે.
એક વખત અમેરિકાએ કહ્યું કે અમારી પાસે ૨૮ વખત દુનિયાનો નાશ કરી શકે તેટલા એટમબોમ્બ છે. ત્યારે તે સમયમાં અખંડ સોવિયેત સંઘે કહ્યું અમે ૨૯ વખત નાશ કરી શકીએ તેટલા એટમબોમ્બ ધરાવીએ છીએ. વિનોબાજીએ ત્યારે કહ્યું ”આથી વધુ મૂર્ખાઈ ભરેલી વાત મેં ક્યાંયે સાંભળી નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here