છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી રિંકુ સિંઘે ગુજરાતની જીતની બાજી હારમાં પલટી, કોલકતાનો 3 વિકેટે વિજય

0
47

કોલકાતના રિંકુ સિંઘે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી : રિંકુએ 20 બોલમાં 6 સિક્સ, 1 ફોર સાથે 48 રન ફટકાર્યા

ગુજરાતનો સ્કોર 204/4, કોલકાતાનો સ્કોર 207/7 : કોલકતાનો 3 વિકેટે વિજય

આજે IPL 2023માં ગુજરાત ટાઈટન્સની જીતની બાજી હારમાં પલટી હતી. કોલકાત તરફથી રિંકુ સિંઘે તોફાની બેટીંગ કરી 20 બોલમાં 6 સિક્સ, 1 ફોર સાથે 48 રન ફટકાર્યા કોલકાતને મોટી જીત અપાવી હતી. ગુજરાતની ટીમ તરફથી બોલર યસ દયાલ ખુહ જુડાયો હતો. તેણે 4 ઓવરમાં 69 રન આપ્યા હતા. અ અગાઉ ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જોકે કોલકતાની ટીમ ટાર્ગેટ ચેજ કરવામાં સફળ રહી હતી. મેચની છેલ્લી ઓવરમાં યસ દયાલની બોલીંગમાં પ્રથમ બોલરમાં એક રન આવ્યો હતો. જ્યારે છેલ્લા 5 બોલમાં 5 સિક્સ ફટકારી રિંકુ યાદવે કોલકતાને જીત અપાવી હતી.
વેંકટેશ્વર ઐયરે ફટકાર્યા 83 રન

કોલકતા ટીમની શરૂઆત ખુબ સારી રહી હતી. ત્યારબાદ કોલકતાની ઉપરા ઉપરી વિકેટો પડતા કોલકતા હાર તરફ જઈ રહ્યું હતું. જોકે રિંકુએ ધમાકેદાર બેટીંગ કરી કોલકતાને વિજય અપાવ્યો હતો. આ મેચમાં રિંકુ સિંઘે તોફાની બેટીંગ કરી 20 બોલમાં 6 સિક્સ, 1 ફોર સાથે 48 રન ફટકાર્યા હતા. તો વેંકટેશ્વર ઐયરે 40 બોલમાં 5 સિક્સ 8 ફોર સાથે 83 રન ફટકાર્યા હતા તો તેને સાથ આપનાર નિતિશ રાણાએ 29 બોલમાં 3 સિક્સ અને 4 ફોર સાથે 45 રન ફટકાર્યા હતા. 
રશિદ ખાને લીધી ત્રણ વિકેટ


ગુજરાતની ટીમ તરફથી રશીદ ખાને ધમાકેદાર બોલીંગ કરી 4 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ લીધી હતી. તો અલ્ઝારી જોસેફે 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ, જ્યારે મહંમદ શામી અને જોશ લીટલીએ 1-1 વિકેટ લીધી હતી. 
ગુજરાતે ચાર વિકેટે 204 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ગુજરાતે ચાર વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા.
વિજય શંકરની તોફાની ફિફ્ટી
વિજય શંકરે છેલ્લી ઓવરમાં તોફાની અંદાજમાં રન બનાવ્યા હતા. તેણે 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને ગુજરાતના સ્કોરને 200 રનની નજીક પહોંચાડી દીધો હતો.
ગુજરાત ટીમે ચોથી વિકેટ ગુમાવી

ગુજરાત ટાઇટન્સની ટીમે 153 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી.
ગુજરાતનો સ્કોર 150 રનને પાર થયો
ગુજરાત ટાઇટન્સનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 150 રનને પાર થઈ ગયો છે. સાઈ સુદર્શન અને વિજય શંકર ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી થઈ છે અને હવે બંને ઝડપી રન બનાવીને પોતાની ટીમને સારા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે.
સુદર્શને ફિફ્ટી ફટકારી

સાઈ સુદર્શને પોતાની ફિફ્ટી ફટકારી છે. સુદર્શને 34 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
ગુજરાતની ત્રીજી વિકેટ પડી


ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ 118 રનના સ્કોર પર પડી હતી. સુયશ શર્માએ અભિનવ મનોહરને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે આઠ બોલમાં 14 રન બનાવ્યા હતા.
ગુજરાતની બીજી વિકેટ 100 રન પર પડી

ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ 100 રનના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 31 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. સુનીલ નારાયણે તેને ઉમેશ યાદવના હાથે કેચ કરાવ્યો હતો.
શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે ફિફ્ટીની ભાગીદારી

શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે ફિફ્ટીની ભાગીદારી છે. બંને બેટ્સમેન સારા ટચમાં જોવા મળી રહ્યા છે.
ગુજરાતે પહેલી વિકેટ ગુમાવી

ગુજરાતની ટીમે પહેલી વિકેટ 33 રનમાં ગુમાવી છે. કોલકાતા ટીમના સ્ટાર બોલર સુનીલ નારાયણે રિદ્ધિમાન સાહાને શિકાર બનાવ્યો હતો. સાહા 17 રન બનાવીને કેચ આઉટ થયો હતો.
ગુજરાતે બેટિંગ શરૂ કરી

ગુજરાતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રિદ્ધિમાન સાહા અને શુભમનલ ગિલની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. 
ગુજરાતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટીમનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચ રમી રહ્યો નથી. તેમની તબિયત સારી નથી. ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ વિજય શંકરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કોલકાતાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટિમ સાઉથી માટે લોકી ફર્ગ્યુસન અને મનદીપ સિંહ માટે નારાયણ જગદીસન આવે છે.
Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો
બંને ટીમોની પ્લેઈંગ-11
ગુજરાત ટાઇટન્સ
રિદ્ધિમાન સાહા (wkt), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (c), અલઝારી જોસેફ, અભિનવ મનોહર, યશ દયાલ અને મોહમ્મદ શમી.
કોલકાતા નાઈટ રાઈડર્સ

રહેમાનુલ્લા ગુરબાઝ (wkt), એન જગદીસન, નીતિશ રાણા (c), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, સુયશ શર્મા અને વરુણ ચક્રવર્તી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here