પિતા વેચતા હતા બટાકા-ડુંગળી, ખૂબ મહેનત કરીને દીકરી બની RDO, જાણો જુહી કુમારીની સંઘર્ષની કહાની

0
121
Success Story:पिता बेचते हैं आलू-प्याज और बेटी बन गई आरडीओ, जूही ने टॉप की  बीपीएससी परीक्षा - Bpsc 66th Result Topper Success Story Juhi Kumari With  307th Rank Rural Development Officer -
કહેવાય છે કે જો ધ્યેય નિશ્ચિત હોય તો તેને હાંસલ કરવા માટે રસ્તામાં આવતી મુશ્કેલીઓ અવરોધ નથી બની શકતી. આવું એક નહીં ઘણી વખત લોકોએ સાબિત કરીને બતાવ્યું છે. આવી જ એક સફળતાની કહાની બિહારની જુહી કુમારીની પણ છે. પોતાની ઈચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયના બળ પર તેમણે BPSCની પરીક્ષા પાસ કરી અને RDO બનીને પોતાનું સપનું પૂરું કર્યું અને આ સપનું પૂરું કરવા માટે તેઓ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા.બિહારના સારણ જિલ્લાના મઢૌરા ખુર્દના રહેવાસી જુહી કુમારીના પરિવાર માટે બિહાર લોક સેવા આયોગ દ્વારા ઓગસ્ટ 2022માં જાહેર કરવામાં આવેલું BPSC-2022નું પરિણામ ઘણી ખુશીઓ લઈને આવ્યું. તેમણે બે વખત અસફળ થયા બાદ ત્રીજી વખત આ પરીક્ષા પાસ કરી અને તેઓ હવે RDO એટલે કે રુરલ ડેવલોપમેન્ટ ઓફિસર બની ગયા છે. તેમના પરિવારમાં જુહી કુમારી સૌથી નાના છે. તેમનાથી મોટી બે બહેનો અને એક ભાઈ છે.

પિતા વેચે છે બટાકા અને ડુંગળી
જુહી કુમારીના પિતા બટાકા અને ડુંગળી વેચે છે. બટાટા અને ડુંગળી વેચીને જે આવક થાય છે તેનાથી તેઓ ઘર ચલાવવાની સાથે બાળકોને ભણતરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. મીડિયા સાથે વાત કરતા જુહી કુમારીના પિતાએ કહ્યું કે તેમને તેમની દીકરીની સફળતા પર ગર્વ છે. તેમણે કહ્યું કે જુહી કુમારીએ મઢૌરામાં રહીને ઈન્ટરમીડિયેટ સુધી અભ્યાસ કર્યો છે. આ પછી તેમણે છપરાથી ગ્રેજ્યુએશન કર્યું.
બે વખત મળી અસફળતા
જુહી કુમારીએ જણાવ્યું કે, તેઓ પહેલા પણ બે વખત મેન્સની પરીક્ષામાં અસફળ રહ્યા હતા, પરંતુ તેમણે હિંમત ન હારી. એ પછી સારા દિવસો આવ્યા. તેઓએ તેમના ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવી અને 307મો રેન્ક પણ મેળવ્યો હતો. જુહી કુમારીની બિહાર સરકારમાં ગ્રામીણ વિકાસ અધિકારીના પદ માટે પસંદગી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here