પાણીથી ચાલતી અનોખી ઇકો ફેન્ડલી ઘંટી, દર કલાકે ૧૦૦ કિલો અનાજ દળે છે

0
81

નહેરમાં પાણી ચાલે ત્યારે પાણીના બળથી ચક્કી ચાલે છે

જૂના જમાનાની આ ચક્કીએ લોકો જાતે અનાજ દળી લે છે

એક જમાનામાં બે ભારેખમ પથ્થરોથી બનેલી ઘંટીઓ હાથેથી ફેરવીને લોકો અનાજ દળતા હતા. ત્યાર બાદ ઇલેકટ્રીક મોટરવાળી ફલોર ફેકટરીઓ આવી જેમાં એક કલાકમાં આઠથી દસ મણ અનાજ દળી શકાય છે.પરંતુ એ જાણીને નવાઇ લાગશે અનાજ દળવાની ઘંટીઓ પાણીથી પણ ચાલતી હતી એટલું જ નહી પાણીના પ્રવાહ વડે ચાલતી ભારતની એક માત્ર અનાજ દળવાની ઘંટી હરિયાણાના કેથળ જિલ્લામાં આવેલી છે.

આ પાણીથી ચાલતી ચકકીનું નિર્માણ 1890માં થયું હતું. આ ચક્કીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પીસાએલો લોટ જરાંય ગરમ થતો નથી.આમ તો પાણીથી ચાલતી આવી ચકકીઓ ખૂબ જોવા મળતી હતી પરંતુ હાલમાં પણ ચાલું હોય તેવી એક માત્ર વોટર ફલોર મીલ છે.આ ચક્કી એક નહેર પર બનેલી છે જયારે નહેરમાં પાણી ચાલે છે ત્યારે પાણીના બળથી ચક્કી પણ ચાલવા લાગે છે.

આની કાર્ય રચના ટર્બાઇન પ્રકારની છે. લોખંડના પંખા પર પાણી નાખવામાં આવે ત્યારે તેના પાંખીયાઓ ફરવા  લાગતા ચક્કી શરૃ થાય છે. આ વિસ્તારમાં 100 વર્ષથી પણ જુની એવી પાણીથી ચાલતી 5 પાણીની ચક્કીઓ છે. એક ચક્કીમાં કલાકે 100 કિલો અનાજ દળાય છે. આ ચક્કીઓ હરીયાણા રાજયના સિંચાઇ વિભાગ હસ્તક આવે છે. આથી દર વર્ષે ચકકીઓ ચલાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

ઇલેકટ્રીક મોટર વડે ચાલતી ઘંટીમાં લોટ પીસાઇને ગરમ થઇને ઉંડી જતો હોવાથી રિવાજ મુજબ ઘટ કાપવામાં આવે છે પરંતુ અહીં લોટ ઠંડો જ રહેતો હોવાથી કોઇ જ ઘટ કાપવામાં આવતી નથી. જે વ્યકિત આવે તે પોતે જ જાતે અનાજ દળી લે છે. સમગ્ર ધંધો ઇમાનદારીથી ચાલે છે.

એક સમયે આ ચક્કી પર દળાવવા માટે સેંકડો લોકો આવતા હતા પરંતુ હવે પૂંડરી, ફતેહપુર, નૈના,ધોંસ, મ્યોલી, ફરલ, મુંદડી અને કાંકોત ગામના લોકો આવે છે. પહેલાના સમયમાં  ઇકો ફેન્ડલી ચક્કીઓ નહેર વિસ્તારમાં પાણીના ફોર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી પરંતુ ભૌતિક જમાનાની સાથે ઇલેકટ્રીક યુગ આવ્યો જેમાં પાણીથી ચાલતી ઘંટીઓ ભૂલાઇ ગઇ તેની યાદ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here