ફેબ્રુઆરીમાં ઈંધણની માગ 24 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી, તેની પાછળ રશિયન ક્રૂડ જવાબદાર

0
40

ફેબ્રુઆરીમાં ગેસોલીન કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક આધારે 8.9 ટકા વધીને 2.8 મિલિયન ટન થઈ ગયું

એક ક્રૂડ એનાલિસ્ટના મતે વપરાશ વધી રહ્યો હોવાથી હજુ માગ વધી શકે છે

ભારતમાં ઈંધણની માગમાં મોટો વધારો થયો છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડાઓ અનુસાર ભારતમાં ઈંધણની માગ 24 વર્ષના હાઈ લેવલ પર પહોંચી ગઇ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ માગ સસ્તા રશિયન ક્રૂડને કારણે વધી છે. ફેબ્રુઆરીમાં ઈંધણનો વપરાશ 5 ટકા વધી 4.82 મિલિયન બેરલ પ્રી-ડે(18.5 મિલિયન ટન) થઈ ગઇ છે જે દર વર્ષે થતો 15મો વધારો છે. 

પીપીએસીના આંકડામાં માહિતી સામે આવી 
એક અહેવાલ અનુસાર ભારતીય ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલ(પીપીએસી) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓમાં આ વખતે ઈંધણની માગ 1998થી પણ વધુ નોંધાઈ છે.  આ મામલે એક લીડ ક્રૂડ એનાલિસ્ટનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં આ માગ વધી છે અને હજુ પણ દેશમાં વપરાશ વધી રહ્યો છે. એવામાં તેની માગ હજુ વધવાની શક્યતા છે. 
ફેબ્રુઆરીમાં ગેસોલીન કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક આધારે 8.9 ટકા વધીને 2.8 મિલિયન ટન થયું 
અહેવાલ અનુસાર ફેબ્રુઆરીમાં ગેસોલીન કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક આધારે 8.9 ટકા વધીને 2.8 મિલિયન ટન થઈ ગયું છે. જોકે ડીઝલનો વપરાશ 7.5 ટકા વધીને 6.98 મિલિયન ટન થઈ ગયો છે. જ્યારે જેટ ઈંધણનું વેચાણ 43 ટકાથી વધુ વધીને 0.62 મિલિયન ટન થઈ ગયું છે. જેટ ફ્યુઅલની કિંમતમાં આ રેકોર્ડ વધારો છે. જ્યારે ઈંધણ વેચાણના આંકડાથી જાણ થાય છે કે ગેસોલીન અને ડીઝલની કુલ માત્રા જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં ગગડી છે અને ડેલી વપરાશ વધ્યો છે. બીજી બાજુ રાંધણ ગેસ કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ(LPG)નું વેચાણ 0.1 ટકા ગગડી 2.39 મિલિયન ટન રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here