મોદી કેબિનેટનું આજે સાંજે 6 વાગ્યે થશે વિસ્તરણ

0
43
.PM મોદીએ કહ્યું કે, એક્સપર્ટ્સ જણાવે છે કે લાંબા સમય સુધી સતત કેસોના વધારાથી કોરોના વાયરસમાં મ્યૂટેશનની આશંકા વધી જાય છે. નવા નવા વેરિયન્ટનો ખતરો વધી જાય છે.
.PM મોદીએ કહ્યું કે, એક્સપર્ટ્સ જણાવે છે કે લાંબા સમય સુધી સતત કેસોના વધારાથી કોરોના વાયરસમાં મ્યૂટેશનની આશંકા વધી જાય છે. નવા નવા વેરિયન્ટનો ખતરો વધી જાય છે.

મોદી સરકારનું કેબિનેટ વિસ્તરણ (Modi Cabinet Reshuffle) બુધવાર સાંજે થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીપરિષદમાં ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને બીજેપીના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે તેમના નિવાસસ્થાને કલાકો લાંબી ચર્ચા કરી હતી.બીજી તરફ, મોદી કેબિનેટના વિસ્તરણને લઈને કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું. જો વડાપ્રધાન ફેરફાર કરે છે તો મે 2019માં વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ શરૂ કર્યા બાદ મંત્રીપરિષદમાં આ પહેલો વિસ્તાર હશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ મોદી સંભવિત નેતાઓમાં સામેલ માનવામાં આવે છે જેમને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ફેરફારમાં ઉત્તર પ્રદેશને ખાસ મહત્ત્વ મળી શકે છે કારણ કે આવતા વર્ષની શરૂઆતમાં અહીં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને રાજકીય રીતે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી અગત્યનું રાજ્ય માનવામાં આવે છે.

મોદી કેબિનેટમાં સંભવિત મંત્રી

>> જ્યોતિરાદિત્ય સિંધિયા
>> સર્વાનંદ સોનોવાલ
>> નારાયણ રાણે
>> પશુપતિ પારસ
>> અનુપ્રિયા પટેલ
>> પંકજ ચૌધરી
>> રવિ કિશન
>> રીટા બહુગુણા જોશી
>> રામશંકર કઠેરિયા
>> વરૂણ ગાંધી
>> આરસીપી સિંહ
>> લલ્લન સિંહ
>> રાહુલ કસ્વાં
>> સીપી જોશી
>> સકલદીપ રાજભર
>> રંજન સિંહ રાજકુમાર

મંત્રીમંડળ વિસ્તારની અટકળો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચાનો વિષય બની ગયો છે. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ બીજેપીમાં સામેલ થયા હતા. તેમના આ નિર્ણયને કારણે રાજ્યમાં કૉંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી અને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીની ગાદી મળી હતી. એવામાં સિંધિયાને કેબિનેટમાં ફેરફારનો અગત્યનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કૉંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયેલા દિનેશ ત્રિવેદીને પણ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓડિશાના બૈજયંત પાંડા, મહારાષ્ટ્રના સાંસદ પ્રીતમ મુંડે, દિલ્હીની સાંસદ મીનાક્ષી લેખી, મહારાજગંજના સાંસદ પંકજ ચૌધરીને લઈને પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here