15 દિવસમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા શ્રી રામલલાના દર્શન

0
119
અત્યાર સુધી 30 લાખથી વધારે રામભક્તોએ દર્શન કરી ચુક્યા
એક ભક્તને ગર્ભગૃહમાં રામલલાના દર્શન કરવા માટે 4થી 5 સેકન્ડનો સમય લાગે છે

અયોધ્યા: વર્ષો સુધી ટેન્ટમાં રહેલા ભગવાન શ્રીરામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બીરાજ્યાં છે. અયોધ્યામાં રોજ લાખો ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરવા માટે રામભક્તોની ભીડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને તે એક મોટો રેકોર્ડ બની રહ્યો છે. અયોધ્યા રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે દરરોજ આશરે 2.5 લાખ ભક્તો આવી રહ્યા છે. ભારત અથવા દુનિયામાં કોઈપણ ધર્મ સ્થળ પર આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળું આવી રહ્યા છે એક રેકોર્ડ છે. હકીકતમાં અયોધ્યામાં પ્રાણ- પ્રતિષ્ઠા થયા બાદ અત્યાર સુધી 30 લાખથી વધારે રામભક્તોએ દર્શન કરી ચુક્યા છે. શ્રીરામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કહેવા પ્રમાણે દરરોજ 2.5 લાખ લોકો રામલલાના દર્શન કરે છે. એક ભક્તને ગર્ભગૃહમાં રામલલાના દર્શન કરવા માટે 4થી 5 સેકન્ડનો સમય લાગે છે. એવુ કહેવાય છે કે, આવનારા સમયમાં હજુ પણ લોકોની ભીડમાં વધારો થવાની સંભાવના છે, કારણ કે ઉનાળુ વેકેશન અને બાળકોને સ્કુલમાં રજાઓ હોવાથી રામનવમીના અવસરે અયોધ્યામાં રામભક્તોની સંખ્યામાં મોટો વધારો થાય તેવી સંભાવના રહેલી છે. રામ મંદિર સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યાર બાદ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. અને તે પછી બપોરે 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સુધી દર્શનાર્થે ખુલ્લું રહેશે. પ્રભુ શ્રીરામની મંગલા આરતી સવારે 4.30થી 5.00 વચ્ચે કરવામાં આવશે.  શ્રૃંગાર આરતી સવારે 6.30 કલાકે ભોગ આરતી મધ્યાહને 12 કલાકે થશે. આ ઉપરાંત સાંજે 7.30 કલાકે પણ પ્રભુ શ્રી રામની આરતી થશે. અયોધ્યા રામ મંદિરમાં ભક્તો માત્ર તેમનું નાનું પર્સ લઈ જઈ શકશે, પરિસરમાં જૂતાં-ચપ્પલ, મોબાઈલ, ઈલેક્ટ્રોનિક સામાન અથવા બેગ લઈ જવાની મનાઈ છે. આટલું જ નહીં ભક્તો ભગવાનને ચડાવવા માટે કોઈ પ્રસાદ અથવા ફુલ અંદર લઈ જઈ શકશે નહીં. ઘરે લઈ જવા માટેનો પ્રસાદ મંદિર પરિસરની અંદર ટ્રસ્ટ દ્વારા મેળવી શકાશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં એટલે કે 15 દિવસમાં આશરે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. હજુ પણ દરરોજ સંખ્યા વધી રહી છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં 31.85 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here