કોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી, વેપારીઓને ત્યાં માલનો ભરાવો

0
51
300 રૂપિયાનું સેનીટાઇઝર તેઓ 100 રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં 3 લાખ N95 માસ્ક, 6 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 12 હજાર ઓક્સિમીટર, 300 નંગ સેનિટાઈઝરના કેરબા સહિત 15 લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે
300 રૂપિયાનું સેનીટાઇઝર તેઓ 100 રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં 3 લાખ N95 માસ્ક, 6 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 12 હજાર ઓક્સિમીટર, 300 નંગ સેનિટાઈઝરના કેરબા સહિત 15 લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે

અમદાવાદ: કોરોનાનાકારણે અનેક વેપારીઓએ મંદી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા કોવિડને લગતી ચીજવસ્તુઓના વેચાણમાં (corona related medical stuff) 90 ટકાનો ઘટાડો આવ્યો છે. હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની આશંકાઓ પણ નિષ્ણાત ઓ વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરનું (PPE kit, Mask, sanitizer) વેચાણ ઘટ્યું છે. અમદાવાદના વિરાટ નગરમાં PPE કીટ મેન્યુફેક્ચરિંગનો બિઝનસ કરતા આ છે પિન્ટુભાઈ. આમ તો તેઓ વર્ષોથી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ના ધંધા સાથે સંકળાયેલા છે. પણ જ્યારથી કોરોના શરૂ થતાં બે વર્ષથી PPE કીટના મેન્યુફેક્ચરિંગ તરફ વળ્યા હતા.જોકે, કોરોનાની બીજી લહેરમાં ઘણા ડોકટર્સ પણ વોર્ડમાં PPE કીટ વગર ફરતા હતા. તો હેર સલૂન ચલાવતા વેપારીઓ એ પણ PPE કિટનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે. લોકોમાં જાગૃતિના અભાવે તેઓના PPE કિટના વેચાણમાં ઘટાડો થયો છે. અને હવે 90 ટકા વેચાણ બંધ થતાં 3થી સાડા ત્રણ લાખના માલનો ભરાવો થઈ ગયો છે અને હવે તૈયાર થઈ ગયેલી PPE કીટના માલનો ભરાવો થઈ ગયો છે.તો આવી જ કંઈક હાલત નિકોલમાં હોલસેલ બિઝનેઝ કરતા અરુણભાઈ ગોહિલની છે. તેઓને ત્યાં પણ PPE કીટ, માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્સ, ઓક્સિમીટર સહિતની ચીજવસ્તુઓના માલનો ભરાવો થઈ ગયો છે. 300 રૂપિયાનું સેનીટાઇઝર તેઓ 100 રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં  3 લાખ N95 માસ્ક, 6 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 12 હજાર ઓક્સિમીટર, 300 નંગ સેનિટાઈઝરના કેરબા સહિત 15 લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે કે, અમદાવાદમાં 500 વધુ હૉલસેલના વેપારીઓની આ હાલત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here