Ind Vs Aus સામેની ત્રીજી ટેસ્ટમાં K L રાહુલ બહાર, ભારતીય ટીમમાં કરાયા બે મોટા ફેરફાર

0
44
સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ 11માં 2 મોટા ફેરફાર કર્યા છે અને કે એલ રાહુલને પ્લેઇંગ 11માંથી બહાર કર્યો છે. મહત્ત્વનું છે કે, K L રાહુલને છેલ્લી બે ટેસ્ટમાંથી વાઇસ કેપ્ટન તરીકે પણ હટાવી દેવામાં આવ્યો છે. જોકે, આ ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ કોઈને વાઇસ કેપ્ટન બનાવ્યો નથી.

મહાકાલેશ્વરના દર્શને
ગત થોડાંક દિવસો પહેલાં ઊજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને તેમના પતિ ક્રિકેટર K L રાહુલે લગ્ન પછી પહેલીવાર દર્શન કર્યા હતાં. તેમણે દાદાની ભસ્મ આરતીના પણ દર્શન કર્યા હતાં. આ સાથે જ મહાકાલેશ્વરના દર્શન પછી વિશેષ પૂજા કરી વિશ્વ કલ્યાણની કામના કરી હતી.

સતત ફ્લોપ પ્રદર્શનને લીધે ટીમમાંથી બહાર
K L રાહુલ છેલ્લાં ઘણાં સમયથી ફોર્મમાં નથી. જેને લીધે મોટાભાગની મેચમાં K L રાહુલનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. આ અંગે ગયા અઠવાડિયે વિવાદ પણ થયો હતો. જે બાદ આજે ઇન્દોરમાં રમાઇ રહેલી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી મેચમાં K L રાહુલને પ્લઇંગ 11માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં તેને આગામી બે ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટન તરીકે પણ હટાવવામાં આવ્યો છે.

આ પહેલાની બન્ને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. પ્રથમ ટેસ્ટને ભારતે એક ઈનિંગ અને 132 રને જીતી હતી. જ્યારે બીજી ટેસ્ટને ભારતે 6 વિકેટે જીતી હતી. પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલે માત્ર 20 રન બનાવ્યા હતા અને બીજી ટેસ્ટમાં કેએલ રાહુલે પ્રથમ ઈનિંગમાં 17 રન અને બીજી ઈનિંગમાં માત્ર 1 રન બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here