અમદાવાદ એરપોર્ટને એક વર્ષમાં 109 કરોડ રૂપિયાની ખોટ

0
261
જ્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. માત્ર એટલું જ નહીં બેબી કેર માટેના રૂમમાં માત્ર એક જ મહિલા રહી શકે, એટલી જ વ્યવસ્થા છે.
જ્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. માત્ર એટલું જ નહીં બેબી કેર માટેના રૂમમાં માત્ર એક જ મહિલા રહી શકે, એટલી જ વ્યવસ્થા છે.

લોકસભાના શિયાળુ સત્રમાં દેશના એરપોર્ટને થયેલી ખોટની વિગતો રજુ કરાઈ

અમદાવાદ : દેશભરમાં કેટલાક એરપોર્ટ એવા છે જેઓ નાણાકીય વર્ષ દરમિયાન નફો રળવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો. અમદાવાદ એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ 15 હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ અઢી મહિના સુધી બંધ રહેલી ફ્લાઇટ અને અનલોક બાદ પણ મુસાફરોની અવર-જવર ઘટી ગઈ હતી. જેને કારણે એરપોર્ટને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગત વર્ષે કોરોનાને પગલે અમદાવાદ એરપોર્ટને રૂપિયા 109.89 કરોડની ખોટ થઇ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કંડલા અને પોરબંદર એરપોર્ટ નફો કરવામાં સફળ રહ્યાં છે લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટને નાણાકીય વર્ષ 2018-19માં રૃપિયા 52.46 કરોડ અને 2019-20માં રૃપિયા 45.71 કરોડનો નફો થયો હતો. જોકે, કોરોનાને પગલે લગભગ બે મહિનો ફ્લાઇટ બંધ રહેવા ઉપરાંત મુસાફરોનો પ્રવાહ ઘટતાં અમદાવાદ એરપોર્ટને ભારે ખોટનો સામનો કરવો પડયો હતો. કોરોનાને પગલે ગત નાણાકીય વર્ષમાં દેશના તમામ એરપોર્ટને નુકસાન થયું હતું. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓમિક્રોન વાયરસને લઈને વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એરાઈવલ તરફના હિસ્સામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદરના ભાગમાં હકીકત અંગે જાણવાનો પ્રયાસ કર્યો જ્યારે પ્રવાસી ફ્લાઇટમાંથી ઉતરી એરપોર્ટમાં પ્રવેશે છે. ત્યારે હેલ્થ ડેસ્ક પર જાય છે, જ્યાં તેને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. અને બાદમાં જો પ્રવાસી હાઇરિસ્ક દેશમાંથી આવતો હોય છે, તો તેને બાજુમાં રાખવામાં આવેલ કાઉન્ટર પર કોવિડ સેમ્પલ આપવા પડે છે. જે બાદ તેને સેમ્પલ આપ્યા બાદ આઈસોલેશન હિસ્સામાં બેઠક વ્યવસ્થામાં રિપોર્ટ આવ્યાંની રાહ જોવી પડતી હોય છે.વ્યસ્ત ગણાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે પ્રવાસ કોરોના પોઝિટિવ આવે તેના માટે માત્ર એક કામચલાઉ રૂમ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં માત્ર 2 પ્રવાસી બેસી શકે એટલી જ વ્યવસ્થા છે. જ્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. માત્ર એટલું જ નહીં બેબી કેર માટેના રૂમમાં માત્ર એક જ મહિલા રહી શકે, એટલી જ વ્યવસ્થા છે.અરાઈવલના કિસ્સામાં પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જ્યારે પ્રવાસીઓ ડિપાર્ચર ગેટ પરથી એરપોર્ટની અંદર પ્રવેશ મેળવે છે, ત્યાં કોરોના ટેસ્ટિંગ માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી, અહીં કોઈ તકેદારી જોવા ન મળી. માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશ જતા પ્રવાસીઓ માટે સિક્યોરિટી હોલ્ડ, એટલે કે જ્યાં લગેજની તપાસ થાય છે ત્યાં પણ પ્રવાસીઓની ભીડ લાગેલી જોવા મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here