વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર SBIના બે ATMમાં મોડી રાત્રે ભીષણ આગ

0
130
ફાયરબ્રિગેડ આગને કાબુમાં લે તે પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયા હતા.
ફાયરબ્રિગેડ આગને કાબુમાં લે તે પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયા હતા.

વડોદરા : વડોદરા શહેર નજીક ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલા એસબીઆઈના બે એટીએમ મશીનોમાં ગુરૂવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ આગને કાબુમાં લે તે પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયા હતા. એટીએમ મશીન સ્થિત લાખોની કેશ ખાખ થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે વડોદરાના ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલ એસ.બી.આઈ બેંકના બે એટીએમમાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. એટીએમ મશીનમાં આગ લાગતા ગામ લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા. તે સાથે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા અને પાણીમારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે તે પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયા હતા.મોડી રાત્રે એટીએમ મશીનોમાં આગ લાગતાં સાયરન વાગતા ગામલોકો દોડી ગયા હતા. આ બનાવ અંગે તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તે સાથે આ બનાવની જાણ બેક મેનેજર હરીશભાઈને થતાં તેઓ દોડી ગયા હતા. આગના આ બનાવને પગલે રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.ભીષણ આગના કારણે એ.ટી.એમ મશીનો બળીને ખાખ થઇ જતાં લાખોની કેશ સળગી ગઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે આ બનાવમાં ચોક્કસ કેશ કેટલી બળી હોવાની વિગતો મેળવવા બેંક મેનેજર હરીશભાઈનો સંપર્ક કરતાં તેઓએ હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.એટીએસ મશીનોમા આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. પરંતુ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. આગના આ બનાવે ચકચાર જગાવી મુકી હતી. આ બનાવની કાર્યવાહીમાં પોલીસ પણ જોડાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here